• Gujarati News
  • Azlan Shah Cup Hockey: India Won Bronze Medal To Beat South Korea By 4 1 In Penalty Shootout

અઝલન શાહ હોકી : કોરિયાને પેનલ્ટી શૂટ આઉટમાં હરાવી ભારતે બ્રોન્ઝ મેડલ મેળવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોરિયાને ભારતે ‘શૂટઆઉટ’ કર્યું, બ્રોન્ઝ જીત્યો
- અઝલન શાહ હોકી: મેચનો નિર્ધારિત સમય 2-2થી સરભર રહ્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો 4-1થી વિજય થયો

ઇપોહ: ભારતે રવિવારે અઝલન શાહ કપ હોકી ટૂર્નામેન્ટમાં સાઉથ કોરિયાને પેનલ્ટી શૂટઆઉટમાં 4-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હોત. બંને ટીમો નિર્ધારિત 60 મિનિટ સુધી 2-2થી સરભર રહી હતી અને પરિણામ લાવવા માટે શૂટઆઉટનો સહારો લેવાયો હતો. ગયા વર્ષે પણ આ બંને ટીમ ફાઇનલમાં રમી હતી અને ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારત અને કોરિયા બંનેએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. મેચનો પ્રથમ ગોલ નિકિન થિમૈયાએ 11મી મિનિટે નોંધાવીને ભારતને 1-0થી આગળ કર્યું હતું. જોકે 19મી મિનિટે ભારતની ભૂલનો લાભ ઉઠાવીને કોરિયાના હ્યોસિક યૂએ ગોલ નોંધાવીને સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. 22મી મિનિટે સતવીરના ગોલે ભારતને ફરીથી 2-1થી આગળ કર્યું હતું અને બંને ટીમોએ સતત એકબીજા પર વર્ચસ્વ મેળવવાના સતત પ્રયાસો જારી રાખ્યા હતા. ભારતનો બીજો ગોલ નોંધાયાની સાત મિનિટ બાદ 29મી મિનિટે હુનવૂ નૈએ ગોલ કરીને કોરિયાને વધુ એક વખત 2-2થી સરભર કરી દીધું હતું. કોરિયાએ બંને ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા નોંધાવ્યા હતા.

ગોલકીપર શ્રીજેશ હીરો રહ્યો : ભારતના વિજયનો હીરો ગોલકીપર પી. શ્રીજેશ રહ્યો હતો. તેણે પેનલ્ટી શૂટઆઉટમાં કોરિયાના ત્રણમાંથી બે ગોલ રોકીને કોરિયન ટીમની આશા પર પાણી ફેરવી દીધું હતું. ભારત તરફથી પેનલ્ટી શૂટઆઉટમાં આકાશદીપ સિંહ, સરદારસિંહ, રુપિન્દરપાલસિંહ તથા વિજેન્દ્ર લાકરાએ ગોલ કર્યા હતા.