• Gujarati News
  • Azeem Hafeez Become Hero In Pakistan After Taking Sunil Gavaskar's Wicket

હાથમાં નથી બે આંગળીઓ, ગાવસ્કરને બોલ્ડ કરી બન્યો હતો હીરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાહોર: પાકિસ્તાનના મહાન ક્રિકેટર્સમાંથી એક બોલર હતો રાજા અજીમ હફીઝ. તેની ક્રિકેટ કારકિર્દી તો માત્ર બે વર્ષની હતી પરંતુ મહાન એટલા માટે કારણ કે તેને પોતાની કમીને તાકાત બનાવી અને ક્રિકેટની દુનિયામાં પોતાની ઓળખ બનાવી હતી. હફીઝના ડાબા હાથમાં નાનપણથી જ બે આંગળીઓ નહતી. આ સાંભળીને લોકો હેરાન થતા હતા કે વગર આંગળીઓએ આ ખેલાડી બેટ કેવી રીતે પકડતો હશે, બોલ કઇ રીતે ફેકતો હશે અને કેચ કઇ રીતે ઝડપતો હશે. 1983ના ભારત પ્રવાસે આવેલ હફીઝ સુનીલ ગાવસ્કરની વિકેટ ઝડપી પાકિસ્તાનમાં હીરો બની ગયો હતો. આજે રાજા અજીમ હફીઝ પોતાનો 52મો જન્મ દિવસ (29 જુલાઇ, 1963) મનાવી રહ્યોં છે.
ક્રિકેટની શરૂઆત:
હફીઝે 1977-78માં ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ હતુ. પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર હનીફ મોહમ્મદ તેનો પડોશી હતો જેના બે ભાઇ પણ પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમી ચુક્યા હતા. તેને જોઇને જ હફીઝને ક્રિકેટ રમવાની પ્રેરણા મળી હતી. તેને શરૂઆતની ક્રિકેટ ઘરની આસપાસ રમીને શીખી હતી. જો કે હફીઝના પેરેન્ટ્સ તેની વિકલાંગતાને જોતા ક્રિકેટથી વધુ તેને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા હતા. હફીઝે 12માં ધોરણ સુધી અભ્યાસ તો કર્યો પરંતુ તે બાદ તેનું ધ્યાન રમત તરફ વધી ગયુ. તે કરાંચી અંડર-19 ટીમ માટે સિલેક્ટ થઇ ગયો. તે બાદ તેને રાષ્ટ્રીય ટીમમાં રમવા માટે પણ સિલેક્ટ કરી લેવામાં આવ્યો. ત્યારે પાકિસ્તાનની ટીમે ભારત પ્રવાસે આવવાનું હતું. આ સફળતા બાદ હફીઝના પેરેન્ટ્સ તેને ક્રિકેટ રમવા માટે સપોર્ટ કરવા લાગ્યા હતા.
Related Placeholder
ગાવસ્કરની વિકેટ ઝડપીને છવાયો પાકિસ્તાનમાં:
હફીઝ પાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો અનુભવ હતો અને તે લાંબો બોલિંગ સ્પેલ્સ પણ કરી શકતો હતો તેને પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં શામેલ થવાની તક ત્યારે મળી જ્યારે ઇમરાન ખાન ઇજાને કારણે ટીમમાંથી બહાર થઇ ગયો હતો. ટૂર પહેલા પાકિસ્તાનના સિલેક્ટર્સે હફીઝને પૂછ્યુ હતુ કે તે શું આશરે બે કલાક સુધી લાંબો બોલિંગ સ્પેલ્સ કરી શકે છે. હફીઝને પોતાના પ્રદર્શન પર વિશ્વાસ હતો. હફીઝે ભારત સામે બેંગ્લોર, જાલંધર અને નાગપુરમાં રમાયેલ ત્રણ ટેસ્ટ મેચોમાં 116 ઓવર ફેકી હતી અને 10 વિકેટ ઝડપી હતી. જેમાં સૌથી વધુ ચર્ચા સુનીલ ગાવસ્કરની વિકેટની રહી હતી. જે હફીઝે જાલંધરમાં રમાયેલ બીજી ટેસ્ટ મેચમાં ઝડપી હતી. ગાવસ્કર ત્યારે 5 રને બોલ્ડ થયો હતો આગળના દિવસે પાકિસ્તાનના અખબારોમાં આ સમાચારે ચર્ચા જગાવી હતી.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, અઝીમ હફીઝની ક્રિકેટ કારકિર્દી....