ઓસ્ટ્રેલિયન મીડિયાએ વિરાટને કહ્યો ક્લાસલેસ, લખ્યુ- બાળકની જેમ વર્તે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિડની: ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને 'ક્લાસલેસ' અને બાળકો જેવો વ્યવહાર કરનારો ગણાવ્યો છે. તમને જણાવી દઇએ કે શ્રેણી 2-1થી જીત્યા બાદ વિરાટે ખુલીને વાત કરી હતી. આ દરમિયાન તેને કાંગારૂઓને લઇને નિવેદન આપ્યું હતું. આ માટે ઓસ્ટ્રેલિયન મીડિયાએ તેને ટાર્ગેટ કર્યો છે.
 
શું કહ્યું ઓસ્ટ્રેલિયન મીડિયાએ?
 
- ન્યૂઝ એજન્સી અનુસાર ઓસ્ટ્રેલિયન અખબારે લખ્યુ વિનિંગ કેપ્ટને (વિરાટ) કહ્યું છે કે તે ઓસ્ટ્રેલિયન પ્લેયર્સને પોતાનો મિત્ર નથી માનતો અને જ્યારે મહેમાન ટીમે તેને બીયર પાર્ટીમાં ઇનવાઇટ કર્યો તો પણ તે ગભરાઇ ગઇ હતી.
- ઓસ્ટ્રેલિય મીડિયા અનુસાર ભારત 2-1થી જીત્યા બાદ કોહલીએ એમ કહ્યું કે હવે તે ઓસ્ટ્રેલિયન્સને પોતાનો મિત્ર નથી ગણતો, વિશ્વની એક અને બે નંબરની ટીમ વચ્ચે રમાયેલ આ સિરીઝ ભડકાઉ થવા પર મોહર લાગી ગઇ છે.
- સિડનીના ડેલી ટેલીગ્રાફે લખ્યુ, 'વિરાટ કોહલીએ સિરીઝ જીત્યા બાદ હાથ મીલાવ્યા હતા અને ચાલ્યો ગયો, તેને એક બાળકની જેમ વ્યવહાર કર્યો' અખબારે વિરાટને ઇગોમૈનિએક (Egomaniac) પણ કહ્યો છે.
- એક બીજી હેડલાઇનમાં લખ્યુ, 'બિયરગેટ: કોહલીનું લેટેસ્ટ ક્લાસલેસ એક્ટ'
 
વિરાટ કોહલીએ શું કહ્યું હતું?
 
- વિરાટ કોહલીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીત્યા બાદ અજિંક્ય રહાણેની કેપ્ટન્સી અને ફાસ્ટ બોલરની પ્રશંસા કરી હતી, આ દરમિયાન તેને કહ્યું હતું, 'જો કોઇ પણ ટીમ અમને છેડશે તો અમે તેને તેની રીતે જ જવાબ આપીશું. કેટલાક લોકો તેને સ્વીકારી નથી શકતા પરંતુ ભારતીય ટીમ તેને ખેલ ભાવનાથી લેતા વિરોધી ટીમને સાચા સમયે વધુ અસરદાર રીતે જવાબ આપે છે'
- વિરાટે ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટર્સને પણ જોરદાર જવાબ આપ્યો હતો. વિરાટે કહ્યું હતું, 'વિશ્વના કોઇ પણ ખુણે બેસીને મસાલેદાર વાતો કરવી અને બીજા પર આંગળી ઉઠાવવી આસાન છે પરંતુ મેદાન પર મહેનત કરવી અને પરસેવો વહાવવો ઘણો મુશ્કેલ છે' આ વિરાટે એટલા માટે કહ્યું હતું કારણ કે તે જ્યારે અનફિટ થઇ ધરમશાળા ટેસ્ટમાંથી બહાર થઇ ગયો હતો અને મેદાન પર ડ્રિંક્સ લઇને જઇ રહ્યો હતો તે સમયે ઓસ્ટ્રેલિયન કોમેન્ટેટર્સે તેના આ રીતે મેદાન પર જવા પર સવાલ ઉભા કર્યા હતા અને તેની ઇજાની મજાક ઉડાવી હતી
- વિરાટે કહ્યું કે શ્રેણી પહેલા તેને જે કહ્યું હતું તે ખોટુ સાબિત થયુ, તેને સ્પષ્ટ કર્યુ કે હવે તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સને પોતાનો મિત્ર નથી માનતો. ડીઆરએસ વિવાદ બાદ વિરાટે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ પર નિશાન સાધ્યુ હતું.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...