ઓસ્ટ્રેલિયાનો બીજી વનડેમાં વિજય, બેઇલી-સ્ટાર્ક ઝળક્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેન ઓફ ધ મેચ બનેલા જયોર્જ બેઇલીએ નોંધાવેલી કારકિર્દીની પ્રથમ વન-ડે સદી તથા મિચેલ સ્ટાર્કે કરેલા પ્રેરણાદાયી પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી બીજી વન-ડેમાં વેસ્ટ ઇન્ડીઝને ૫૪ રનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની સરસાઇ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના સાત વિકેટે ૨૬૬ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર વિન્ડીઝની ટીમ ૩૮.૧ ઓવરમાં ૨૧૨ રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી.

રનચેઝ માટે મેદાને પડેલી વિન્ડીઝની ટીમ એક સમયે ત્રણ વિકેટના ભોગે ૧૫૯ રનના સ્કોરે આસાનીથી વિજય તરફ આગળ વધી રહી હતી પરંતુ સ્ટાકેg તેના બીજા સ્પેલમાં વધુ કેટલીક વિકેટ ખેરવીને મેચ યજમાન ટીમની તરફેણમાં કરી લીધી હતી. સ્ટાકેg તેની પ્રથમ ત્રણેય વિકેટ એલબી ડબલ્યૂના સ્વરૂપે લીધી હતી. સ્ટાકેg ૩૨ રનમાં પાંચ વિકેટ ખેરવી હતી. વિન્ડીઝે તેની પ્રથમ ત્રણ વિકેટ ૩૩ રનના સ્કોરે ગુમાવી દીધી હતી પરંતુ ડ્વેઇન બ્રેવો (૪૫) તથા ઓપનર પોવેલે (૮૩) ચોથી વિકેટ માટે ૧૨૬ રનની ભાગીદારી નોંધાવીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. આઇપીએલમાં જંગી રકમથી ખરીદવામાં આવેલા ગ્લેન મેકસવેલે ૬૩ રનમાં ચાર વિકેટ ખેરવી હતી. મધ્યમ હરોળનો ધબડકો થતાં વિન્ડીઝે વધુ એક વખત ૨૦ રનના ગાળામાં તેની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. અગાઉ શાનદાર ફિલ્ડિંગ તથા કેચિંગની મદદથી વેસ્ટ ઇન્ડીઝે એક સમયે ઓસ્ટ્રેલિયાને દબાણ હેઠળ લાવી દીધું હતું જેના કારણે યજમાન ટીમે ૯૮ રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. બેઇલીએ વળતી લડત આપીને ૧૧૦ બોલમાં દસ બાઉન્ડ્રી તથા ચાર સિકસર વડે અણનમ ૧૨૫ રન બનાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. ડેરેન સેમ્મીએ ત્રણ વિકેટ ઝડપી હતી.