ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે રમશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સાઉથ આફ્રિકા આજે હારે તો ટૂર્નામેન્ટમાંથી બહાર થાય તેવી સંભાવના, સ્ટાર ક્રિકેટ પર ૩:૩૦થી પ્રસારણ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પોતાની તમામ મેચમાં વિજય હાંસલ કરનાર ઓસ્ટ્રેલિયન ટીમ રવિવારે અહીં સાઉથ આફ્રિકા સામે રમાનારા આઇસીસી ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપના સુપર-૮ મુકાબલામાં પણ વિજય મેળવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિ‌શ્ચિ‌ત કરવાના ઇરાદા સાથે રમશે. જ્ર્યોજ બેઇલના નેતૃત્વ હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે ૨૦૦૭ની ચેમ્પિયન ભારતીય ટીમને નવ વિકેટે રગદોળી હતી. ગ્રૂપ મેચમાં પણ આયર્લેન્ડ તથા વેસ્ટ ઇન્ડીઝને હરાવનાર ઓસ્ટ્રેલિયન ટીમને વિજય માટે ફેવરિટ માનવામાં આવી રહી છે. આ મેચનું સ્ટાર ક્રિકેટ પર બપોરે ૩:૩૦થી પ્રસારણ કરાશે. સુપર-૮માં પાકિસ્તાન સામે સાઉથ આફ્રિકાએ વિજયની બાજી નિ‌શ્ચિ‌ત કર્યા બાદ પરાજયનો સામનો કર્યો હતો. ડીવિલિયર્સની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ફરીથી આ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન કરશે તો ટૂર્નામેન્ટમાં લગભગ તેના અભિયાનનો અંત આવી જશે અને મોટી ટૂર્નામેન્ટમાં કટોકટીની પળોમાં હારવાના કારણે તેના પર લાગેલા 'ચોકર્સ’નું બિરુદ વધારે મજબૂત બનશે. ઓસ્ટ્રેલિયન ટીમ શાનદાર ફોર્મમાં છે.