તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીજી ટી20: ભારે રસાકસી બાદ ઓસ્ટ્રેલિયાએ છેલ્લા બોલે દ.આફ્રિકાને હરાવ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સા. આફ્રિકા 7/204, ઓસ્ટ્રેલિયા 5/205, વોર્નર 77, મેક્સવેલ 75
જ્હોનિસબર્ગ: ડેવિડ વોર્નર તથા ગ્લેન મેક્સવેલે નોંધાવેલી 161 રનની ભાગીદારીની મદદથી ઓસ્ટ્રેલિયાએ અહીં રમાયેલી બીજી ટ્વેન્ટી20 ક્રિકેટ મેચમાં ભારે રસાકસી બાદ છેલ્લા બોલે સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે પરાજય આપીને શ્રેણીને 1-1થી સરભર કરી હતી. સાઉથ આફ્રિકાના સાત વિકેટે 204 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઓસ્ટ્રેલિયાએ છેલ્લી ઓવરના છેલ્લા બોલે પાંચ વિકેટના ભોગે 205 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.
કપરા લક્ષ્યાંક સામે મેદાને પડેલી ઓસ્ટ્રેલિયન ટીમે નબળી શરૂઆત કરી હતી અને 32 રનના સ્કોરે ફિન્ચ (2), વોટસન (9) તથા સ્મિથ (19)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા તરફથી ટી20માં સર્વશ્રેષ્ઠ ભાગીદારી નોંધાવનાર વોર્નર તથા મેક્સવેલે ટીમને વિજય તરફ દોરી હતી. વોર્નરે 40 બોલમાં છ બાઉન્ડ્રી તથા પાંચ સિક્સર વડે 77 તથા મેક્સવેલે 43 બોલમાં સાત બાઉન્ડ્રી તથા ત્રણ સિક્સર વડે 75 રન બનાવ્યા હતા.
અગાઉ સાઉથ આફ્રિકા તરફથી ડી કોકે 44 તથા ડુ પ્લેસિસે 41 બોલમાં સર્વાધિક 79 રન બનાવ્યા હતા.
આગળની સ્લાઇડમાં જુઓ, મેચની વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...