તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનસત્તાવાર ટેસ્ટ: ઓસ્ટ્રેલિયા 228માં સમેટાયું, ભારત-એને નજીવી સરસાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રિસબેન : ઝડપી બોલર વરુણ એરોન તથા ઓફ સ્પિનર જયંત યાદવે ઝડપેલી ત્રણ-ત્રણ વિકેટની મદદથી ભારત-એ ટીમે ઓસ્ટ્રેલિયા-એને અહીં રમાઇ રહેલી બિનસત્તવાર ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 228 રનમાં સમેટ્યું હતું. ભારત-એ ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 230 રન કર્યા હતા. જેના કારણે ભારત-એને બે રનની સરસાઇ મળી હતી. બીજા દિવસની રમત પૂરી થઇ ત્યારે ભારત-એ ટીમે બે વિકેટના નુકસાને 44 રન નોંધાવી દીધા હતા. તે અત્યારે ઓસ્ટ્રેલિયા કરતાં 46 રન આગળ થઇ ગયું છે.

ઓસ્ટ્રેલિયા-એ ટીમે અંતિમ 8 વિકેટ 71 રનમાં ગુમાવી

બીજી ઇનિંગ્સમાં અખિલ હર્વાડકર 23 તથા ફૈઝ ફઝલે છ રન રન કરીને આઉટ થયા હતા. અગાઉ ઓસ્ટ્રેલિયા માટે જોઇ બર્ન્સે 78 તથા પીટર હેન્ડ્સકોમ્બે 87 રનની ઇનિંગ્સ રમી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયન ટીમ બે વિકેટે 157 રનના સ્કોર પર હતી પરંતુ તેણે વધુ 71 રનમાં અંતિમ આઠ વિકેટ ગુમાવી દીધી હતી.

ઇન્ડિયા રેડ તથા બ્લુ વચ્ચે આજથી દિલીપ ટ્રોફીની ફાઇનલ

ગ્રેટર નોઇડા : ભારતીય ટેસ્ટ ટીમના છ સભ્ય શનિવારથી શરૂ થઇ રહેલી ઇન્ડિયા રેડ તથા ઇન્ડિયા બ્લૂ વચ્ચેની દિલીપ ટ્રોફીની ફાઇનલમાં રમીને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી શ્રેણી માટે પોતાની તૈયારી શરૂ કરશે. ઇન્ડિયા રેડનું નેતૃત્વ યુવરાજ સિંહ તથા ઇન્ડિયા બ્લૂનું નેતૃત્વ ગૌતમ ગંભીર કરશે. ભારતની વર્તમાન ટીમના ચેતેશ્વર પૂજારા, શીખર ધવન, સ્ટુઅર્ટ બિન્ની, અમિત મિશ્રા, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા ગુલાબી બોલથી રમાનારી દિલીપ ટ્રોફીની ફાઇનલમાં રમશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો