જાડી કહેતા પરેશાન હતી આ એથ્લેટ, હવે ન્યૂડ ફોટોશૂટ કરાવીને બની ચર્ચાસ્પદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂયોર્ક : ઉંમર 25 વર્ષ, વજન 96 કિલો. આ છે અમેરિકાની હેમર થ્રોઅર અમાંડા બિંગસન. અમાંડા હાલમાં જ ઇએસપીએન મેગેઝીન માટે કરાવેલા ન્યૂડ ફોટોશૂટના કારણે ચર્ચામાં છે, જોકે તેના ન્યૂડ ફોટોશૂટ કરવા પાછળની કહાની અલગ છે. અમાંડાનું શરીર ભારેખમ છે, આ કારણોસર તેને બધા બાળપણથી જ મોટી-મોટી કહીને ચીડવતા હતા. જેથી તેનામાં આત્મવિશ્વાની ઉણપ હતી. જોકે હવે તેને પોતાના શરીરના વજનના લઈને કોઈ પરેશાની નથી અને આ કારણોસર પોતે ન્યૂડ થવાનો નિર્ણય કર્યો હતો. મેગેઝીને અમાંડાને ન્યૂડ ફોટો શૂટ કરવાની ઓફરી કરી હતી.(ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા જિમ્નાસ્ટ અલી રાઇસમેને મેગેઝીન માટે આપ્યો ન્યૂડ પોઝ)
Related Placeholder
મિત્રએ સાથે ફિલ્મ જોવા આવવાની ના પાડી
એક ઇન્ટરવ્યુંમાં અમાંડાએ બાળપણની એક ઘટનાના યાદ કરતા કહ્યું હતું કે, ‘‘એક વખત મે મારા મિત્રને ફિલ્મ જોવા માટે સાથે આવવાની વાત કહી હતી પણ મિત્રએ મને સ્પષ્ટ ના પાડી દીધી હતી. મારા ભારેખમ શરીરના કારણે ઘણી વખત મારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડતો હતો. ’’
ઘણા એથ્લેટે આપ્યા ન્યૂડ પોઝ
અમાંડા પહેલા અમેરિકાની સ્ટાર મહિલા ફૂટબોલર અલી ક્રિગર, ટેનિસ પ્લેયર વાવરિન્કાએ પણ મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ આપ્યા હતા.
આગળની સ્લાઈડ્સ માં જુઓ, એથ્લેટે આપેલા ન્યૂડ ફોટો અને અમંડાની કેટલીક તસવીરો...