તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IND V PAK: કોહલી- હાર્દિક પંડ્યા છવાયા, આ રહ્યાં ભારતની જીતના હીરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના હાઇવોલ્ટેજ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ હાર્દિક પંડ્યાની ઘાતક બોલિંગની સામે માત્ર 17.3 ઓવરમાં 83 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં ભારતીય ટીમે વિરાટ કોહલીના આક્રમક 49 અને યુવરાજ સિંહના અણનમ 14* રનની મદદથી 15.3 ઓવરમાં પડકારને મેળવી લીધો હતો. ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા પોતાની બન્ને મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોચી ગઇ છે. આ પહેલા ભારતે બાંગ્લાદેશને 45 રને હરાવ્યું હતું.
Related Placeholder
આ રીતે હતો મેચનો રોમાંચ
- પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 17.3 ઓવરમાં 83 રન બનાવ્યા હતા
- પાકિસ્તાન તરફથી સરફરાઝ અહેમદે સૌથી વધુ 25 રનની ઇનિંગ રમી હતી
- ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 3 જ્યારે રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી
- ભારત તરફથી વિરાટ કોહલીએ 49 રનની ઇનિંગ રમી હતી
- મહેન્દ્રસિંહ ધોનીએ વિનિંગ બાઉન્ડ્રી ફટકારી ટીમને મેચ જીતાડી હતી
- મહેન્દ્રસિંહ ધોની 7 અને યુવરાજ સિંહ 14 રને અણનમ રહ્યાં હતા
- પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી

વિરાટ કોહલી:
ભારતની જીતમાં વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટ કોહલીએ ફિલ્ડિંગમાં શાનદાર પ્રદર્શન કરતા ખુર્રમ મન્ઝુરને રન આઉટ કર્યો હતો. ભારતની સસ્તામાં વિકેટો પડી ગયા બાદ વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા 51 બોલમાં 49 રનની ઇનિંગ રમી હતી. દરમિયાન તેને 7 ફોર ફટકારી હતી. આ ઇનિંગને કારણે વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
આગળની સ્લાઈડ્સ માં વાંચો, ભારતની જીતના અન્ય હીરો...