તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાલે ભારત-બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ, ટીમ ઇન્ડિયાને રેકોર્ડ બનાવવાની તક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રવિવારે (6 માર્ચ) સાંજે 7.00 કલાકે એશિયા કપની ફાઇનલ રમાશે. ફોર્મ અને રેકોર્ડ જોતા ટીમ ઇન્ડિયા રેકોર્ડ છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા પ્રબળ દાવેદાર છે. જો આમ થશે તો ટીમ ઇન્ડિયા શ્રીલંકાને પછાડી સૌથી વધારે એશિયા કપ જીતનાર ટીમ બની જશે. હાલ ભારત અને શ્રીંલંકા 5-5 વખત આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યા છે. બીજી તરફ બાંગ્લાદેશ હજુ સુધી ચેમ્પિયન બન્યું નથી.
Related Placeholder
શાનદાર ફોર્મમાં છે ટીમ ઇન્ડિયા

જીતના ટ્રેક ઉપર - ધોનીની કેપ્ટન્સીમાં ટીમ જીતના ટ્રેક ઉપર છે. ભારત એકપણ પરાજય વગર ફાઇનલમાં પહોંચ્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાને 3-0થી અને પછી શ્રીલંકાને 2-1થી હરાવ્યું હતું . ભારતે છેલ્લી 10 ટી-20 મેચમાંથી 9 મેચમાં વિજય મેળવ્યો છે.
ફોર્મમાં બેટ્સમેન - ઓપનિંગમાં રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે. મિડલ ઓર્ડરમાં વિરાટ-રૈના અને ધોની પણ મેચની બાજી પલટાવવા સક્ષમ છે. યુવરાજ જુના ફોર્મમાં પાછો ફરતા ટીમ માટે ફાયદારૂપ છે.
ઓલરાઉન્ડરનો ફાયદો - ટીમ પાસે રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા અને અશ્વિન જેવા ઓલરાઉન્ડર છે.
સટિક બોલિંગ - આ ફોર્મેટમાં અશ્વિન નંબર 1 બોલર છે. જાડેજા પણ શાનદાર ફોર્મમાં છે. જ્યારે અનુભવી નહેરા સાથે યુવા બુમરાહ ટીમમાં બેસ્ટ કોમ્બિનેશન છે. હાર્દિક પંડ્યાા પણ વિકેટ ટેકર બોલિંગ સાબિત થઈ રહ્યો છે.

બાંગ્લાદેશના આ પ્લેયરો ઉપર રહશે નજર

1. શબ્બીર રહેમાન - એશિયા કપમાં શબ્બીર રહેમાન બાંગ્લાદેશ તરફથી સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 4 મેચમાં 144 રન બનાવ્યા છે. જેમાં બેસ્ટ સ્કોર 80 રન છે.

2. અલ અમીન હુસેન - ફાસ્ટ બોલર અલ અમીને એશિયા કપની 4 મેચમાં 10 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો છે. અમીનની બોલિંગ રમવામાં દિગ્ગજ બેટ્સમેનો પણ પરેશાન થઈ રહ્યા છે.

3 . મહમ્મદુલ્લાહ -
મહમ્મદુલ્લાહ બાંગ્લાદેશના અનુભવી પ્લેયરોમાં સામેલ છે. મહમ્મદુલ્લાહને મિડલ ઓર્ડરનો આધારભૂત બેટ્સમેન માનવામાં આવે છે. પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં સઝબુઝ ભરી ઇનિંગ્સ રમી ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.

4. મશરફે મોર્તઝા - મશરફે મોર્તઝા બાંગ્લાદેશની ટીમનો સૌથી અનુભવી બોલર છે અને હાલ તે ટીમનો કેપ્ટન પણ છે. તેના કેપ્ટનશિપ હેઠળ ટીમ છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન
કરી છે. મોર્તઝાએ પાકિસ્તાને સામે રસાકસી ભરી મેચમાં આક્રમક બેટિંગ કરીને ટીમને ફાઇનલમાં સ્થાન અપાવ્યું હતું. મોર્તઝાની કેપ્ટન તરીકે રણનિતીની ઘણી પ્રશંસા થઈ રહી છે.
5. શાકિબ અલ હસન - એશિયા કપમાં શાકિબ ભલે ફ્લોપ રહ્યો હોય પણ તેને નજરઅંદાજ કરવો ભારે પડી શકે છે. તે બેટિંગ અને બોલિંગ બન્નેમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે.
સંભવિત ટીમ
ભારત - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના, યુવરાજ સિંહ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, જસપ્રિત બુમરાહ, આશિષ નહેરા.

બાંગ્લાદેશ - તમિમ ઇકબાલ, સૌમ્યા સરકાર, શબ્બીર રહેમાન, મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસન, મહમદુલ્લાહ, મશરફે મોર્તઝા, મોહમ્મદ મિથુન, અલ અમીન હુસેન, અરાફત સન્ની,
તાસ્કિન અહમદ.

આગળની સ્લાઈડ્સ માં વાંચો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કયા પ્લેયરો વચ્ચે રહશે ટક્કર અને કેવો છે તેમનો ટી-20 રેકોર્ડ..........