તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યારેક 150 રૂપિયામાં કરતો હતો મજૂરી, હવે છે પાકિસ્તાનનો સ્ટાર ક્રિકેટર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક: પાકિસ્તાનનો એક ક્રિકેટર આ દિવસે ચર્ચામાં છે. આ વાત અનવર અલીની થઇ રહી છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે પાકિસ્તાની ટીમનો નવો શાહિદ આફ્રિદી ગણાતો અનવર અલી ક્યારેક ફેકટરીમાં બાલ મજૂર તરીકે કામ કરતો હતો. અનવર અલીનો ટી-20 વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કરાયો છે.અનવરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે એક સમયે તેનું જીવન ઘણુ મુશ્કેલ હતું. તે ફેક્ટરીમાં બાલ મજૂર તરીકે કામ કરતો હતો. અનવર અલીએ ભગવાનનો આભાર માન્યો હતો કે તેનું સ્વપ્ન દેશ માટે રમવાનું હતુ તે પૂર્ણ થયું.
Related Placeholder
અનવર અલીએ આ રીતે કર્યુ સ્ટ્રગલ

- અનવર સ્વાત વેલીમાં રહે છે. સ્વાત વેલીમાં જ્યારે શરિયા કાયદો લાગૂ થયો તો અનવરનો પરિવાર કરાંચી આવી ગયો.
- એક તો નવી જગ્યાએ જતા પરિચિત લોકો ઓછા હતા અને બીજી તરફ પિતાનું નિધન થયુ.
- રૂપિયાની તકલીફને કારણે તે એક ફેક્ટરીમાં કામ કરવા લાગ્યો, તેને પ્રતિ દિન 150 રૂપિયા મળતા હતા.
- ફેકટરીમાં કામ કરવા માટે જતા સમયે તે ક્રિકેટ રમતા બાળકોને જોયા કરતો હતો.
- આ તે જ સ્વાત વેલી છે જ્યાં મલાલા યૂસુફજઇનું ઘર છે. અહી જ તે તાલિબાન હુમલાની શિકાર થઇ હતી.

નાઇટમાં ડ્યૂટી, દિવસે ક્રિકેટ

- અનવર અલીએ પોતાના માલિકને નાઇટ શિફ્ટ કરવાની ભલામણ કરી હતી જેને ફેક્ટરીના માલિકે માની લીધી હતી.
- જેને કારણે અનવર અલીને દિવસે ક્રિકેટ રમવાનો સમય મળતો હતો.
- આ વિસ્તારના લોકલ કોચ આજમ ખાને અનવરના ટેલેન્ટની ઓળખ કરી હતી. આજમે અનવરને ટ્રાયલ આપવા જણાવ્યુ.
- આ મામલે અનવરે ટ્રાયલ આપવાનો ઇનકાર કર્યો કે એક દિવસના પગારનું મને નુકશાન થશે.
- આજમે તેને 150 રૂપિયા આપવાનો દાવો કર્યો ત્યારે અનવર અલીએ ટ્રાયલ આપ્યુ હતુ.

રોહિત શર્મા-પૂજારા-જાડેજાને કરી ચુક્યો છે આઉટ

- અનવર અલી 2006માં જૂનિયર વર્લ્ડકપ જીતનારી પાકિસ્તાની ટીમનો ભાગ હતો.
- વર્લ્ડકપ દરમિયાન ભારત વિરૂદ્ધ એક મેચમાં તેને 35 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
- અનવર અલીએ રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજાને આઉટ કર્યા હતા.

આગળની સ્લાઈડ્સ માં વાંચો, અનવર અલીની સબંધિત તસવીરો...