તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 વર્ષ પછી કુંબલેનો ખુલાસો, તુટેલા જડબાથી કેવી રીતે લારાને કર્યો હતો આઉટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્ક : ટીમ ઇન્ડિયાના ચીફ કોચ અનિલ કુંબલેએ ખુલાસો કર્યો છે કે તેણે 2002માં તુટેલા જડબા સાથે બ્રાયન લારાને કેવી રીતે આઉટ કર્યો હતો. આ ઘટનાના 14 વર્ષ પછી વિઝડન ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કુંબલેએ જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે હું બ્રાયન લારાને એટલા માટે આઉટ કરી શક્યો હતો કે તે મારા ચહેરા ઉપર લાગેલી પટ્ટીને જોઈ રહ્યો હતો અને આ કારણે બોલ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શક્યો ન હતો.’ ઉલ્લેખનિય છે કે કુંબેલએ 2002માં એન્ટીગુઆના સેન્ટ જોન્સમાં રમાયેલી ટેસ્ટમાં લારાને એલબીડબલ્યું આઉટ કર્યો હતો. લારાને એલબી આઉટ કર્યા પછી ઉજવણી કરતા કુંબલેનો ફોટો ક્રિકેટ ઇતિહાસમાં લોકપ્રિય ફોટોમાં ગણના થાય છે.
સચિનનો બોલ ટર્ન થતા જોઈ ઉતર્યો મેદાનમાં
- ટીમ ઇન્ડિયાના કોચ અનિલ કુંબલેએ વિઝડન ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વિશે ઘણા ખુલાસા કર્યા હતા.
- કુંબલેના મતે મને આવી સ્થિતિમાં બોલિંગ કરતો જોઈને લારા થોડો ડરી ગયો હશે.
- ‘જ્યારે પણ બોલ પેડ ઉપર લાગતો તો હું અપીલ કરતો હતો, આ સમયે મારું મો પુરી રીતે ખુલતું ન હતું.’
- ‘મેચના આ દિવસે સવારે મે સચિન તેંડુલકરના બોલ ટર્ન થતા જોયા હતા, આ કારણે હું પાટો બાંધી મેદાનમાં ઉતરી આવ્યો હતો.’
- ‘આવી સ્થિતિના કારણે કેપ્ટન સૌરવ ગાંગુલી શરૂઆતમાં મને બોલિંગ આપતા અચકાતો હતો.’
- આ ટેસ્ટ બાદ વેસ્ટ ઇન્ડીઝ ટીમના ખેલાડીઓ મારી ખબર અંતર પુછવા આવ્યા હતા.
2002માં વેસ્ટ ઇન્ડીઝ સામે બની હતી ઘટના

- આ ઘટના 2002માં વેસ્ટ ઇન્ડીઝ સામેની ચોથી ટેસ્ટ મેચ દરમિયાન બની હતી.
- કુંબલને બેટિંગ દરમિયાન મર્વન ડિલ્લનનો બાઉન્સર બોલ વાગ્યો હતો.
- મેચમાં ટીમ ઇન્ડિયાને તેની બોલિંગની જરૂર હોવાથી તે માથે પાટા બાંધી મેદાનમાં ઉતર્યો હતો.

ટેસ્ટ રહી હતી ડ્રો

- આ ટેસ્ટમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા વીવીએસ લક્ષ્મણના 130 અને અજય રાત્રાના 115 રનની મદદથી 9 વિકેટે 513 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.
- જવાબમાં વેસ્ટ ઇન્ડીઝે કાર્લ હૂપર, ચંદ્રપોલ અને જેકોબ્સની સદીની મદદથી 9 વિકેટે 629 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.
- વિન્ડીઝની ઇનિંગ્સ પછી ટેસ્ટ ડ્રો જાહેર કરાઈ હતી.

આગળની સ્લાઈડ્સમાં જુઓ, ઈજા હોવા છતા બોલિંગ કરતા અનિલ કુંબલે અને મેચની તસવીરો.............

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો