IND Vs SL: શ્રીલંકન બેટ્સમેન રહ્યો અનલકી, નો બોલ પર થયો આઉટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને શ્રીલંકા વચ્ચે દિલ્હી ટેસ્ટના પાંચમા દિવસે રવિન્દ્ર જાડેજાએ ચોથી વિકેટ ઝડપી હતી. જાડેજાના બોલ પર એન્જેલો મેથ્યૂઝ સ્લિપમાં ઉભેલા રહાણેને કેચ આપી બેઠો હતો. જો કે તે અનલકી રહ્યો હતો કારણ કે તે આઉટ નહતો. અમ્પાયરની ભૂલનું નુકસાન મેથ્યૂઝને થયુ અને જાડેજાને વિકેટ મળી હતી.

 

નો બોલ પર મળી વિકેટ

 

- મેચમાં આ ઘટના 21.6 ઓવરમાં બની હતી, જ્યારે જાડેજાનો બોલ મેથ્યૂઝના બેટને અડીને સ્લિપમાં ગયો હતો. જ્યાં ઉભેલા અજિંક્ય રહાણેએ બોલને પકડી લીધો હતો.
- તે બાદ ભારતીય પ્લેયર્સ વિકેટની ઉજવણી કરવા લાગ્યા હતા અને મેથ્યૂઝ પેવેલિયન પરત ફર્યો હતો. જો કે બાદમાં ટીવી રિપ્લે બતાવવામાં આવ્યુ તો તેમાં ખબર પડી કે જે બોલ પર મેથ્યૂઝ આઉટ થયો તે નો બોલ હતો.
- શ્રીલંકન ટીમ અનલકી રહી હતી, કારણ કે નો બોલને લઇ ન તો મેદાન પરના અમ્પાયરે ધ્યાન આપ્યુ કે ન તો ટીવી અમ્પાયરે વિકેટ પડ્યા બાદ તેને જોયુ. બન્ને અમ્પાયર્સની આ ભૂલને કારણે મેથ્યૂઝે પોતાની વિકેટ ગુમાવી હતી.
- એન્જેલો મેથ્યૂઝ 20 બોલમાં 1 રન બનાવી જાડેજાની ઓવરમાં રહાણેને કેચ આપી બેઠો હતો.

 

આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

અન્ય સમાચારો પણ છે...