તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Glamorgan Cricketer Aneurin Donald Equals Ravi Shastri's Record For Fastest Double Ton

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇંગ્લેન્ડના ક્રિકેટરે ફટકારી ફાસ્ટેસ્ટ બેવડી સદી, શાસ્ત્રીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડન : ઇંગ્લેન્ડના 19 વર્ષીય ક્રિકેટર એનયૂરેને ડોનાલ્ડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 123 બોલમાં બેવડી સદી ફટકારીને ભારતના રવિ શાસ્ત્રીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે. શાસ્ત્રીએ 1985માં મુંબઈ તરફથી રમતા બરોડા સામે 123 બોલમાં બેવડી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપના બીજા ડિવિઝનમાં ગ્લામોર્ગન તરફથી રમતા ડોનાલ્ડે ડર્બીશાયર સામે આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલા ડોનાલ્ડે એકપણ સદી ફટકારી ન હતી.
15 સિક્સ અને 26 ફોર ફટકારી
- ડોનાલ્ડે આ મેચમાં 136 બોલમાં 234 રન બનાવ્યા હતા.
- જેમાં 15 સિક્સ અને 26 ફોર ફટકારી હતી.
- ડોનાલ્ડની ઇનિંગની ખાસ વાત એ હતી કે તેણે 100, 150 અને 200 રન સિક્સર મારી પુરા કર્યા હતા.
- તેને બીજા 100 રન 43 બોલમાં ફટકારી દીધા હતા.
- ડોનાલ્ડા મેદાનમાં રમવા આવ્યો ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટે 96 રન હતો.
- જ્યારે તે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 7 વિકેટે 437 રન હતો.
આ ઇનિંગ પછી શું કહ્યું ડોનાલ્ડે
- ડોનાલ્ડે જણાવ્યું હતું કે, ‘’આ સારી વિકેટ હતી, બોલર થોડા થાકેલા જણાતા હતા અને મેદાન પણ નાનું હતું, જેનો મે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો.
-‘અહીંનો ઇતિહાસ પણ શાનદાર છે અને મને ખબર હતી કે અહીંનો બેસ્ટ સ્કોર શું છે.’
- ‘મને એ વાતનો અફસોસ છે કે હું રવિ શાસ્ત્રીનો રેકોર્ડ ચુકી ગયો હતો. કારણ કે દરેક દિવસ તેમને મળતો નથી. હું આઉટ ન થયો ત્યાં સુધી આ રેકોર્ડ વિશે ખબર ન હતી. જો ખબર હોત તો તેને તોડવાનો પ્રયત્ન કર્યો હોત.’

આગળની સ્લાઈડ્સમાં જુઓ, ફાસ્ટેસ્ટ બેવડી સદી ફટકારનાર 19 વર્ષીય ક્રિકેટર એનયૂરેને ડોનાલ્ડના ફેક્ટ અને તસવીરો..........
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો