પોતાની સામેની કોમેન્ટથી એન્ડી મરે નારાજ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનના એન્ડી મરેએ ઇજાગ્રસ્ત હોવા છતાં ગુરુવારે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. એક તબક્કે તે મેચમાંથી ખસી જવાનું વિચારતો હતો પરંતુ અંતે તેણે ૧-૬, ૬-૪, ૬-૧,૬-૨થી મેચ જીતી લીધી હતી. જોકે ભૂતપૂર્વ વિમ્બલડન ચેમ્પિયન વર્જિનિયા વેડે તેને ડ્રામા ક્વીન ગણાવતા મરે નારાજ થઈ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે મારા માટે આ કોમેન્ટ નિરાશાજનક છે, કેમ કે મને કેટલી તકલીફ હતી તે હું સારી રીતે જાણું છું અને તેમ છતાં મેં મેચ જીતી લીધી હતી ત્યારે આ પ્રકારના લોકો કોમેન્ટ કરીને અમને વધારે નિરાશ કરતાં હોય છે. હકીકતમાં તો તેમણે મને સહકાર આપવો જોઇએ અથવા તો આવી કોમેન્ટ કરતાં અગાઉ મારી સાથે વાત કરવી જોઇએ. વેડે કોમેન્ટરી દરમિયાન એવી કોમેન્ટ કરી હતી કે એન્ડી મરે ઘાયલ છે અને તેની પીઠમાં તકલીફ છે તે દુ:ખદ બાબત છે પરંતુ તેના કરતાં પણ વધારે દુ:ખ મને તેના હરીફ માટે થાય છે જે ડ્રામા ક્વીન સામે રમી રહ્યો છે.