• Gujarati News
  • Andy Murray At A Loss To Explain Shock Indian Wells Exit To World Number 129 Vasek Pospisil

એન્ડી મરે વિશ્વના 129મા ક્રમાંકિત સામે મરે પરાસ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયન વેલ્સ (કેલિફોર્નિયા):  સ્વિટ્ઝર્લેન્ડના સ્તેનિસ્લાસ વાવરિંકાએ પાઓલો લોરેન્ઝી સામે સીધા સેટમાં વિજય હાંસલ કરીને અહીં રમાતી એટીપી ઇન્ડિયન વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બીજી તરફ બ્રિટિશ ખેલાડી એન્ડી મરે વિશ્વના 129મા ક્રમાંકિત સામે પરાસ્ત થતાં મેજર અપસેટ સર્જાયો હતો. કેનેડાના ક્વોલિફાયર વાસેક પોસ્પિસિલ સામે કંગાળ ફોર્મનો સામનો કરી રહેલા મરેનો 6-4, 7-6 (7-5)થી પરાજય થયો હતો.

વર્તમાન યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન વાવરિંકાએ કોઇ પણ મુશ્કેલી વિના 78 મિનિટમાં વોરેન્ઝીને 6-3, 6-4થી હરાવીને અભિયાન આગળ વધાર્યું હતું. ગયા મહિને દુબઇ ઓપનના પ્રારંભિક તબક્કામાં હાર્યા બાદ જાન્યુઆરીથી સ્વિસ ખેલાડીનો આ પ્રથમ વિજય છે.

કોલશ્રેબરનો 400મો વિજય : 
એલેકઝાન્ડર ડોલ્ગોપોલોવ સામેના ફિલિપ કોલશ્રેબરે નવો માઇલ સ્ટોન હાંસલ કર્યો હતો. ડોલ્ગોપોલોવ 7-6 (7-3), 1-1ના સ્કોરે રિટાયર્ડ થતા કોલશ્રેબરે એટીપી ટૂરમાં 400મો વિજય મેળવ્યો હતો અને આ સિદ્ધિ મેળવનાર તે જર્મનીનો ત્રીજો ખેલાડી બન્યો છે.

ડેમિનિટ થિએમ જીત્યો, સોંગાનો પરાજય
ડોમિનિટ થિએમે ફ્રેન્ચ ખેલાડી જેરેમી ચાર્ડીને 6-2, 6-4થી હરાવ્યો હતો. આ ઉપરાંત ગેલ મોનફિલ્સ, ડેવિડ ગોફિન તથા થોમસ બર્ડિચને પણ પોતપોતાના મુકાબલા જીતી લીધા હતા. સાતમા ક્રમાંકિત ફ્રાન્સના જો-વિલ્ફ્રેડ સોંગાનો ફેબિયો ફોગનીની સામે 7-6 (7-4), 3-6, 6-4થી હારી ગયો હતો. ઇવો કાર્લોવિચ તથા ફેલિસિયાનો લોપેઝનો પણ પરાજય થયો હતો.