નિવૃત્ત થવાની હાલમાં કોઈ યોજના નથી : આનંદ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આત્મવિશ્વાસ : ચેસની મજા માણતો રહીશ ત્યાં સુધી રમીશ, કાસ્પારોવને નિવૃત્તિનો આજે ય અફસોસ છે વિશ્વનાથન આનંદ વર્લ્ડ ચેસમાં નિવિgવાદપણે છેલ્લા પાંચ વર્ષથી વર્લ્ડ ચેમ્પિયન છે અને અત્યારે કારકિર્દીના શિખરે છે તેમ છતાં તેનું કહેવું છે કે હાલમાં તેનો આત્મવિશ્વાસ બુલંદી પર છે અને તે નિવૃત્ત થવાની કોઈ યોજના ધરાવતો નથી. ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથન આનંદે તાજેતરમાં જ ઇઝરાયલના બોરિસ ગેલફેન્ડને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં હરાવીને તાજ જીતી લીધો હતો. તેણે જણાવ્યું હતું કે ગેરી કાસ્પારોવને આજે પણ નિવૃત્તિ લઈ લેવાનો અફસોસ થાય છે. અહીં યોજાયેલા એક સન્માન સમારંભમાં પત્રકારો સાથે ચર્ચા કરતાં આનંદે જણાવ્યું હતું કે હાલના તબક્કે નિવૃત્તિની કોઈ યોજના નથી. હકીકતમાં પાંચમી વખત વર્લ્ડ ટાઇટલ જીત્યા બાદ તેનો ઉત્સાહ બમણો થઈ ગયો છે. જ્યાં સુધી હું ચેસની રમતને માણતો રહીશ ત્યાં સુધી મને નિવૃત્ત થવાનું કોઈ કારણ જણાતું નથી. સળંગ ત્રણ વખતથી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનારા આનંદે ઉમેર્યું હતું કે હજી હમણાં જ મેં મારું ટાઇટલ જાળવી રાખ્યું છે. મોસ્કોમાં હાંસલ કરેલો વિજય લાગણીશીલ હતો. હું માત્ર રેકોર્ડ ખાતર રમતો ન હતો. હું હંમેશાં જીતવા માગું છું, કેમ કે હાર કોઈને પસંદ હોતી નથી. ટીકાકારો માટે હવે કાંઈ પુરવાર કરવાનું બાકી રહ્યું છે જેને કારણે નિવૃત્તિ લેવી નથી તેવા પ્રશ્નના ઉત્તરમાં ૪૨ વર્ષીય વર્લ્ડ ચેમ્પિયને જણાવ્યું હતું કે મને નથી લાગતું કે મારે કાંઈ પુરવાર કરવાનું બાકી હોય. હું ક્યારેય રેકોર્ડ માટે રમતો નથી. આ મેચમાં ગેલફેન્ડ સામે રમવા ગયો ત્યારે પણ મારા માનસપટ પર આ ચોથું ટાઇટલ છે કે દસમું ટાઇટલ છે એવો કોઈ વિચાર આવ્યો ન હતો. મારે તો માત્ર જીતવું જ હતું. દર વખતે હું ટાઇટલના રક્ષણ માટે રમતો હોઉં ત્યારે એક જ વિચાર આવે છે કે મારે આ વખતે જીતવાનું છે. ટાઈબ્રેકરમાં જીત્યો હોવાને કારણે તે ટાઇટલનું રક્ષણ કરી શક્યો નથી તેવા સૂચનને ફગાવીને આનંદે જણાવ્યું હતું કે ૧૯૬૦ના દાયકામાં કોઈ ચેમ્પિયન બીજા વર્ષે મેચ ડ્રો કરે તો પણ તે ટાઇટલ જાળવી રાખતો હતો, કેમ કે એ વખતે ટાઈબ્રેકરની પ્રથા ન હતી.