• Gujarati News
  • BJP National President Amit Shah Watch For India In Ranchi ODI

કોહલીની ટીમને ચીઅર કરવા પહોંચ્યા અમિત શાહ, સ્ટેડિયમમાં જોવા મળ્યો મોદીનો ક્રેઝ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સ્ટેડિયમમાં મેચ જોવા ઉપસ્થિત પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ.)
રાંચી : રાંચીમાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પાંચમી વન-ડેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ના પ્રમુખ પણ છે. ભારત શ્રીલંકા વચ્ચેની અમદાવાદમાં રમાયેલી વન-ડેમાં પણ તે હાજર રહ્યા હતા.ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ક્રેઝ પણ મેદાનમાં જોવા મળ્યો હતો. ઘણા ક્રિકેટ પ્રશંસકો નરેન્દ્ર મોદીના ફોટા સાથે મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતા. ભારતે પાંચમી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. આ જીત સાથે ભારતે શ્રીલંકા સામે 5-0થી શ્રેણી જીતી લીધી હતી.
શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા એન્જલો મેથ્યુસના 139 રનની મદદથી 50 ઓવરમાં 8 વિકેટે 286 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે વિરાટ કોહલીના અણનમ 139 રનની મદદથી 48.4 ઓવરમાં પડકાર મેળવી લીધો હતો.
આગળ ક્લિક કરો અને જુઓ, રાંચીના સ્ટેડિયમમાં હાજર રહેલા દર્શકોની ખાસ તસવીરો...