• Gujarati News
  • Aleksandra Wozniak Out Of Indian Wells After Loss To Li Na

ઇન્ડિયન વેલ્સ: સિબુલકોવા, લી ના વચ્ચે ક્વાર્ટર ફાઇનલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાન્કોવિચ, રાડવાન્સ્કાની આગેકૂચ જારી, વોઝનિયાકી તથા કોર્નેટ પરાસ્ત
ચીનની અનુભવી ખેલાડી લી નાએ એલેકસાન્દ્રા વોઝનિયાકને હરાવીને ઇન્ડિયન વેલ્સ ડબ્લ્યૂટીએ ટેનિસ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો ડોમિનિકા સિબુલકોવા સામે થશે. સિબુલકોવાને તેણે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં હરાવી હતી. વિશ્વની બીજી ક્રમાંકિત તથા ટૂર્નામેન્ટમાં ટોચનો ક્રમાંક ધરાવતી લી નાએ કેનેડાની વોઝનિયાકને ૬-૧, ૬-૪થી પરાજય આપ્યો હતો. સિબુલકોવાએ પેટ્રા ક્વિટોવાને આસાનીથી ૬-૩, ૬-૨થી હરાવી હતી.
વિમેન્સ સિંગલ્સમાં સર્બિ‌યાની સ્ટાર જેલેના જાન્કોવિચે ડેનમાર્કની કેરોલિન વોઝનિયાકીને ૬-૩, ૬-૧થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિ‌શ્ચિ‌ત કર્યું હતું. તેનો સામનો પોલેન્ડની એિગ્નસઝકા રાડવાન્સ્કા સાથે થશે. પોલેન્ડની ખેલાડીએ ફ્રાન્સની એલિઝ ર્કોનેટને પ્રથમ સેટમાં ભારે સંઘર્ષ કર્યા બાદ ૭-પ, ૬-૩થી પરાજય આપીને પોતાના અભિયાનને આગળ વધાર્યું હતું.