તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોચ ન બની શકતા અહીં પહોંચ્યો સેહવાગ, આમ માણી રહ્યો છે વેકેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્પોર્ટ્સ ડેસ્કઃ ટીમ ઈન્ડિયાના હેડ કોચ ન બનાવવામાં આવતા પૂર્વ ક્રિકેટર અને વર્તમાન સમયમાં કોમેન્ટેટર વિરેન્દ્ર સેહવાગ હાલ વિદેશમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. ટીમના કોચ તરીકે રવિ શાસ્ત્રીની નિમણૂંક થતાની સાથે જ સેહવાગ કેનેડા રવાના થઈ ગયો હતો. તે છેલ્લા અમુક દિવસોથી અહીંના વિવિધ સ્થળોની મુલાકાત લઈ ચુક્યો છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ગતમહિને તે પત્ની આરતી સાથે યુકેમાં હતો. જોકે તે સમયે સેહવાગ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોમેન્ટેટર હતો. તેણે આ તસવીરો #traveldiares હેશટેગ સાથે શેર કરી છે. 
 
કોચ સિલેક્શન પ્રોસેસથી નારાજ છે સેહવાગ ?

- સેહવાગ કોચ સિલેક્શનના બીજા દિવસે જ કેનેડા રવાના થઈ જતા તેની કોચ સિલેક્શન પ્રોસેસ અંગેની નારાજગી માનવામાં આવી રહી છે.
- 251 વન-ડે અને 104 ટેસ્ટના અનુભવવાળા સેહવાગ પોતે જ સીએસી પાસે ઈન્ટરવ્યૂ માટે પહોંચ્યો હતો.
- અંતે કોહલીની પસંદગીને કારણે રવિ શાસ્ત્રીને તક આપવામાં આવી અને તેમને હેડ કોચ બનાવવામાં આવ્યા.
 
(આગળની સ્લાઈડ્સમાં જુઓ સેહવાગના વેકેશનની વઘુ તસવીરો...........)