• Gujarati News
  • Sin Abott, Baller Who Threw Bouncer To Philip Huges Provided Protection

ફિલીપ હ્યુજને બાઉન્સર મારનાર બોલર એબોટને રક્ષણમાં રખાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફોટોઃએબોટને દિલાસો આપતા તેમના કોચ (ડાબે))
સ્પોર્ટ્સ ડેસ્કઃ ઓસ્ટ્રેલિયાના ઉભરતા ક્રિકેટર ફિલિપ હ્યુજીસ માટે શેન એબોટ નામના બોલરનો એક બોલ આખરી સાબિત થયો. આ ઘટનાને કારણે એબોટ શોકમાં છે. શેન એ ખેલાડીઓમાં સામેલ હતો જેમણે હ્યુજીસને સૌથી પહેલા હોસ્પિટલ પહોંચડાવામાં મદદ કરી હતી. તેમ છતાં તે પોતાને માફ કરી શકતો નથી. એબોટને કોઇ પ્રકારે માનસિક અસર ન થાય, તેની ખાતરી રાખવા માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશન આગળ આવ્યું છે. એસોસિએશન એબોટનું રક્ષણ કરી રહ્યું છે. શેફિલ્ડ શિલ્ડની જે મેચમાં આ ઘટના બની હતી, તે મેચમાં સામેલ દરેક ખેલાડીઓ પર નજર રાખવામાં આવી રહી છે, અને તેમને દરેક મનોચિકિત્સક સલાહ આપવામાં આવી રહી છે.
કોણ છે શેન એબોટ
ઝડપી બોલર શેન એબોટનું આખુ નામ શેન એન્થોની એબોટ છે. તેનો જન્મ 29 ફેબ્રુઆરી 1992ના રોજ ન્યુ સાઉથ વેલ્સ (ઓસ્ટ્રેલિયા)માં થયો હતો. એબોટે 7 ઓક્ટોબર 2014ના રોજ પાકિસ્તાન સામે પોતાની પહેલી વન ડે રમી હતી. જેમાં તેણે એક વિકેટ લીધી હતી. તેના સિવાય 15 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ, 29 લિસ્ટ-એ અને 24ટી-20 મેચો રમી છે.
કોને ખબર હતી કે જેને ભારત સામે ઓસ્ટ્રેલિયાના કપ્તાના જગ્યાએ ઉતારવાની તૈયારી કરવામાં આવી રહી છે તે દુનિયા છોડીને ચાલ્યો જશે. ઘરેલુ ટૂર્નામેન્ટ શેફિલ્ડ શિલ્ડના અનુસાર મંગળવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર થયેલી મેચમાં બેટીંગ દરમિયાન એબોટના બોલ સામે હ્યુજીસના હેલ્મેટની નીચે થઇને માથાના પાછળના ભાગમાં લાગ્યો હતો. બોલ વાગ્યા પછી થોડી જ સેકંડો બાદ હ્યુજીસ ત્યાં જ પીચ પર ઢળી પડ્યો હતો અને મૃત્યુ થયું ત્યાં સુધી હોશમાં જ ન આવી શક્યો.
આંખોમાં આસુ અને સાથીને ગુમાવવાનું દુઃખ

એબોટે 2011માં ઓસ્ટ્રેલિયા માટે ક્લબ ક્રિકેટથી સૌપ્રથમ વખત શરૂઆત કરી હતી. આ મેચમાં તેને આવકારનારાઓમાં હ્યુજીસ પણ સામેલ હતો. હ્યુજીસના મૃત્યુથી જો સૌથી વધુ દુઃખ હોય તો તે એબોટને જ છે. ગુરુવારે જ્યારે હ્યુજીસનું મૃત્યુ થયું તો એબોટ પણ હોસ્પિટલમાં જ હતો. તે આસું લૂછતો લૂછતો બહાર નીકળ્યો હતો.
શેન એબોટના સમર્થનમાં ઊભુ રહ્યું ક્રિકેટ જગત

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન હ્યુજીસના મૃત્યુ બાદ ક્રિકેટ જગતના ઝડપી બોલર શેન એબોટ સામે પોતાનો ટેકો જાહેર કર્યો છે. ઇંગ્લેડના પૂર્વ ખેલાડી યાન બોથમે પણ એબોટને પોતાનું સમર્થન સોશિયલ સાઇટના માધ્યમથી વ્યક્ત કર્યું છે.
> ઇયાન બોથમ : ક્રિકેટ જગત માટે અત્યંત દુઃખનો દિવસ. હ્યુજીસ અને તેના પરિવાર તરફ મારી સંવેદનાઓ. પરંતુ એબોટ માટે પણ વિચાર કરશો.
> ઇંગ્લેન્ડના ખેલાડી ઇયાન બેલ : હ્યુજીસના મૃત્યુના સમાચાર સાંભળીને હું બિલકૂલ સ્તબ્ધ થઇ ગયો હતો. હ્યુજીસના પરિવારજનો તેમજ મિત્રો માટે ઇશ્વરને મારી પ્રાર્થના. કૃપા કરીને એબોટ માટે પણ વિચારજો.
> એડમ ગિલક્રિસ્ટ : એબોટ તારે મજબૂત રહેવાની જરૂર છે. હું તારા સમર્થનમાં છું.
આગળ ક્લિક કરીને જુઓ, રડી રહેલા ક્રિકેટરો અને હ્યુજીસની તસવીરો