• Gujarati News
  • De Villiers Ends 98 Test Streak Post Pull Out Of Bangladesh Series

ડી વિલિયર્સ ટુંક સમયમાં બનશે પિતા, પણ ચુકી જશે અનોખી સદીનો રેકોર્ડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેપટાઉન : દક્ષિણ આફ્રિકાની વન-ડે ટીમનો કેપ્ટન અને ધુરંધર બેટ્સમેન એબી ડી વિલિયર્સ પાંચ જુલાઈથી શરુ થનારા બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં ભાગ નહીં લે, કારણ કે તેની પત્ની પ્રેગ્નેટ છે અને તે તેની સાથે રહેવા માંગે છે. આ કારણોસર ડી વિલિયર્સ સતત 100 ટેસ્ટ રમવાનો રેકોર્ડ બનાવતા ચુકી જશે. અત્યાર સુધી તે એકપણ મેચ મિસ કર્યા વગર 98 ટેસ્ટ રમ્યો છે. એકપણ ટેસ્ટ મિસ કર્યા વગર 100 ટેસ્ટ રમવાની સિદ્ધી ફક્ત ચાર બેટ્સમેનો મેળવી શક્યા છે. ડી વિલિયર્સ આ અનોખી સદીની ક્લબમાં સામેલ થઈ શકશે નહી. ડી વિલિયર્સે 17 ડિસેમ્બર 2004માં પોતાની પ્રથમ ટેસ્ટ રમી હતી અને ત્યાર બાદ એક પણ ટેસ્ટ મિસ કરી ન હતી. આ દરમિયાન ના તો તે ઈજાગ્રસ્ત થયો છે કે ના તેની રન બનાવવાની ઝડપ ઓછી થઈ છે. તેણે 98 ટેસ્ટમાં 52.09ની એવરેજથી 7606 રન બનાવ્યા છે અને તેમાં 21 શતક અને 36 અર્ધશતક સામેલ છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 278 નોટઆઉટ છે. 5 જુલાઈથી બાંગ્લાદેશ શ્રેણીનો પ્રારંભ થશે.
ગિલક્રિસ્ટનો રેકોર્ડ તો઼ડ્યો હતો
દક્ષિણ આફ્રીકાની વનડે ટીમના કેપ્ટને ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડ્યો હતો. ગિલક્રિસ્ટે સતત 96 ટેસ્ટ રમી હતી.
પ્લેયર - ડી વિલિયર્સ
દેશ - દક્ષિણ આફ્રિકા
સતત ટેસ્ટ - 98
ક્યાંથી ક્યાં સુધી - 17 ડિસેમ્બર 2004 થી 2 જાન્યુઆરી 2015

આગળની સ્લાઈડ્સ માં ક્લિક કરો અને વાંચો, કોણ છે સતત 100 ટેસ્ટ રમનાર પ્લેયરો....