• Gujarati News
  • PM Modi Calls Nawaz Sharif To Convey Best Wishes For Cricket World Cup

નરેન્દ્ર મોદીએ નવાઝ શરીફને વર્લ્ડકપ માટે અભિનંદન પાઠવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને વર્લ્ડકપ માટે અભિનંદન પાઠવ્યા છે. મોદીએ પાકિસ્તાનના પીએમ ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિ શિરીસેના, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીને પણ અભિનંદન પાઠવ્યા છે.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 5 સાર્ક દેશના પ્લેયરો વર્લ્ડકપમાં ભાગ લઈ રહ્યા છે. મને આશા છે કે તેઓ સ્પોર્ટ્સમેન સ્પિરીટ જાળવીને પ્રશંસકોને ખુશ કરશે. આપણા પ્રદેશમાં ક્રિકેટ પ્રશંસકો ઘણા છે. મને આશા છે કે સાર્ક દેશના પ્લેયરો ઝનૂન સાથે રમશે.
ઉલ્લેખનિય છે કે, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં 14 ફેબ્રુઆરીથી 11માં ક્રિકેટ વર્લ્ડકપનો પ્રારંભ થશે. જેમાં એશિયાની ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની
ટીમો સહિત કુલ 14 ટીમો ભાગ લઈ રહી છે. ભારત અને પાકિસ્તાનની ટીમ 15 ફેબ્રુઆરીના રોજ એડિલેડમાં ટકરાશે.
આગળ ક્લિક કરો અને વાંચો, નરેન્દ્ મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી..