• Gujarati News
  • World Cup 2015 : India Pakistan Match On February 15, Know How Special Moments

ભારત-પાક. વર્લ્ડકપ મોમેન્ટ, પ્રસાદે કર્યા સોહેલના ડાંડિયા ડૂલ, મિયાંદાદે માર્યા ઠેકડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી : વર્લ્ડકપ-2015 શરૂ થવાને હવે ફક્ત એક દિવસની વાર છે. 14 ફેબ્રુઆરીએ વર્લ્ડકપના પ્રારંભ સાથે જ ક્રિકેટપ્રેમીઓની આતુરતાનો અંત આવશે. જોકે સૌની નજર 15 ફેબ્રુઆરીએ રમાનાર ભારત અને પાકિસ્તાન મેચ ઉપર છે. વર્લ્ડકપના ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો ભારતનો હાથ હંમેશા ઉપર રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપમાં 5 મેચો રમાઈ છે અને બધી મેચમાં ભારતનો વિજય થયો છે. પાકિસ્તાન એકપણ વખત વિજય મેળવવા સફળ રહ્યું નથી. 2015ના વર્લ્ડકપમાં ભારત આ ઇતિહાસ જાળવી રાખવા માંગશે. જ્યારે બીજી તરફ પાકિસ્તાન પ્રથમ વખત વર્લ્ડકપમાં ભારત સામે જીત મેળવવા પ્રયત્ન કરશે. આ મેચ પહેલા અમે વર્લ્ડકપમાં થયેલા ભારત-પાકિસ્તાન વચ્ચેના રોમાંચક મેચ વિશે જણાવી રહ્યા છીએ. જેમાં આમિર સોહેલ - વેંકેટશ પ્રસાદનો વિવાદ અને કિરણ મોરે - જાવેદ મિયાંદાદનો વિવાદ ચર્ચાસ્પદ રહ્યો છે.
અમિતાભ બચ્ચન કરશે કોમેન્ટરી
ભારત-પાકિસ્તાન મેચમાં આ વખતે નવું આકર્ષણ બોલિવૂડના મહાનાયક અભિતાભ બચ્ચનની કોમેન્ટરી બનશે. અમિતાભ બચ્ચન દિગ્ગજ કોમેન્ટરો સાથે પોતાનો અવાજ આપશે. જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં જોરદાર ઉત્સાહ છે.
આગળ ક્લિક કરો અને વાંચો, વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં શુ બન્યું હતું....