મહિલા હોકી / ભારતની એ ટીમે ફ્રાન્સ એને 3-2થી હરાવ્યું, આગામી મેચ મંગળવારે યોજાશે

women hockey, India win beat france
X
women hockey, India win beat france

Divyabhaskar.com

Feb 11, 2019, 11:20 AM IST
સ્પોર્ટસ ડેસ્ક. ભારત-એ મહિલા હોકી ટીમે રવિવારે યોજાયેલી મેચમાં ફ્રાન્સ એની ટીમને 3-2થી હરાવીને સીરિઝમાં પરત ફરી. ભારત પહેલી મેચમાં હારી ગઇ. આ ગોરખપુરના બીર બહાદુર સિંહ સ્પોર્ટ્સ કોલેજ મેદાન પર પહેલી ઇન્ટરનેશનલ મેચ હતી. ભારત તરફથી મરિયાના કુજુર, લાલરેમસિયામી, મુમતાઝ ખાને ગોલ કર્યો જ્યારે ફ્રાન્સ તરફથી મિકોલા લહલહ અન ઉસજે વાન બોલહુઇસે ગોલ કર્યો. 

છેલ્લાં ક્વાર્ટરમાં ફ્રાન્સને પેનલ્ટી કોર્નર મળ્યો

સીરિઝની ત્રીજી મેચ મંગળવારે લખનઉમાં રમાશે. મેચની 14મી મિનિટે મિકાએલાએ ગોલ કરીને ફ્રાન્સને લીડ અપાવી. ભારત તરફથી મરિયાનાએ 19મી મિનિટમાં બરાબરીનો ગોલ કર્યો. બીજા ક્વોર્ટરની છેલ્લી મિનીટમાં લાલરેમસિયામીએ ગોલ કરીને ભારતને 2-1ની લીડ અપાવી. 34મી મિનિટમાં મુમતાઝે ગોલ કરીને સ્કોર 3-1 કરી દીધો. છેલ્લાં ક્વાર્ટરમાં ફ્રાન્સને પેનલ્ટી કોર્નર મળ્યો અને 58મી મિનિટમાં બોલહુઇસે ગોલ કરીને સ્કોર 3-2 કર્યો. આ ફાઇનલ સ્કોર રહ્યો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી