મહિલા ક્રિકેટ / સ્મૃતિની કરિયરની બેસ્ટ ઇનિંગ, પરંતુ ટીમનો પરાજય થયો

divyabhaskar.com | Updated - Feb 11, 2019, 12:36 PM
ઓપનર સ્મૃતિ મંધાનાએ 3 ટી-20 મેચમ
ઓપનર સ્મૃતિ મંધાનાએ 3 ટી-20 મેચમ
X
ઓપનર સ્મૃતિ મંધાનાએ 3 ટી-20 મેચમઓપનર સ્મૃતિ મંધાનાએ 3 ટી-20 મેચમ

  • ત્રણ મેચની સીરિઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું 
  • ન્યૂઝીલેન્ડે ત્રીજી ટી-20માં ભારતને 2 રનથી હરાવ્યું 
  • ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં આ 13મી હાર છે

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતની સ્મૃતિ મંધાના(86)એ રવિવારે પોતાના ટી-20 કરિયરની બેસ્ટ ઇનિંગ્સ રમી છે. છત્તા પણ ટીમને જીતાડી ના શકી. આ જીતની સાથે યજમાન ટીમે ત્રણ મેચની સીરિઝમાં 3-0થી ક્લીન સ્વિપ કર્યું. વન-ડે સીરિઝ 2-1થી ભારતના નામે રહી હતી. ન્યૂઝીલેન્ડે 161/7નો સ્કોર બનાવ્યો.

મિતાલીએ પરત ફરીને, નોટઆઉટ 24 રનની ઇનિંગ્સ રમી

1.ભારતીય ટીમ 159/4 રન બનાવી શકી. ભારતને છેલ્લી બોલ પર 4 રનની જરૂરિયાત હતી. પરંતુ મિતાલી રાજ એક રન જ લઇ શકી. આ ભારતની ન્યૂઝીલેન્ડ સામે 11મી મેચમાં 8મી હાર છે. જ્યારે ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં આ 13મી હાર છે. 
2.લક્ષ્યનો પીછો કરતાં ઓપનર પ્રિયા પૂનિયા માત્ર એક રન બનાવીને આઉટ થઇ. આ પછી સ્મૃતિ અને જેમિમા રોડ્રિગ્ઝે બીજી વિકેટ માટે 47 રનની ભાગીદારી નોંધાવી. 
3.રોડ્રિગ્ઝે (21) ટીમના 76ના સ્કોર પર આઉટ થઇ. સ્મૃતિએ 62 બોલમાં 12 બાઉન્ડ્રી અને એક સિક્સની મદદથી 86 રનની ઇનિંગ્સ રમી. હરમનપ્રીત આ મેચમાં પણ ફ્લોપ રહી અને માત્ર બે રન બનાવી શકી. 
4.ગત ચાર ટી-20માંથી બહાર રહેલી મિતાલી પરત ફરી અને તેણે નોટઆઉટ 24 રનની ઇનિંગ્સ રમી. ભારતને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂરિયાત હતી. ક્રિસ પર મિતાલીની સાથે દિપ્તી શર્મા પણ હતી.
5.ભારતીય ટીમ 13 રન બનાવી શકી. ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇને બે વિકેટ લીધી. આમાં પહેલાં, ડિવાઇન અને સૂઝી બેટ્સે પહેલી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરીને ન્યૂઝીલેન્ડને સારી શરૂઆત કરાવી.
6.ડિવાઇને 52 બોલમાં 8 બાઉન્ડ્રી અને 2 સિક્સની મદદથી 72 રનની ઇનિંગ્સ રમી. ભારતની દિપ્તી શર્માએ બે વિકેટ લીધી. ડિવાઇન પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સીરિઝ રહી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App