લા લિગા / રિયલ મેડ્રિડ એટલેટિકો મેડ્રિડને હરાવી લીગમાં બીજા સ્થાને પહોંચ્યું

Divyabhaskar.com | Updated - Feb 11, 2019, 08:27 AM
real madrid beat atletico madrid and win in la liga football cup league match
X
real madrid beat atletico madrid and win in la liga football cup league match

  • સ્પેનિશ લીગની મેચમાં રિયલ મેડ્રિડ માટે કેસિમિરો, સર્જિયો રેમોસ, બેલેએ ગોલ કર્યો 
  • રિયલ મેડ્રિડ અને એટલેટિકો મેડ્રિડની મેચને મેડ્રિડ ડર્બી પણ કહેવામાં આવે છે 
     

સ્પોર્ટ્સ ડેસ્ક. સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગાની મેચમાં રિયલ મેડ્રિડે એટલેટિકો મેડ્રિડને 3-1થી હરાવ્યું. આ બંનેે ટીમોની મેચમાં ફૂટબોલની દુનિયામાં 'મેડ્રિડ ડર્બી'ના નામથી ઓળખવામાં આવે છે. આ જીતની સાથે રિયલ મેડ્રિડ 45 પોઇન્ટની સાથે લીગ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઇ છે. જ્યારે એટલેટિકો 44 પોઇન્ટની સાથે ત્રીજા ક્રમે પહોંચી છે. બાર્સેલોના 50 પોઇન્ટની સાથે પહેલાં ક્રમે છે. 

બેયર્ને શાલ્કેને 3-1થી હરાવ્યું

1.મેચની શરૂઆતથી જ રિયલ મેડ્રિડે અટેકિંગ રમવાનું શરૂ કર્યું. મેચની 16મી મિનિટમાં મિડફિલ્ડર કેસિમીરોએ સુંદર બાયસિકલ કિક લગાવીને રિયલ માટે પહેલો ગોલ કર્યો. 25મી મિનિટેમાં ગ્રીજમેને એટલેટિકો માટે ગોલ કરતાં તેનો સ્કોર 1-1 થયો. 42 મી મિનિટમાં સર્જીયો રેમોસે પેનલ્ટીને હોલમાં બદલીને રીયલને 2-1થી લીડ અપાવી હતી. 74મી મિનિટમાં ગેરેથ બેલેએ ગોલ કરતાં સ્કોર 3-1 થયો હતો. આની છ મિનિટ પછી એટલેટિકોના થોમસ પાર્ટીને બીજો યેલો કાર્ડ મળતાં તેણે મેદાનની બહાર જવું પડયું હતું જેણે ટીમની જીતવાની આશાને ઓછી કરી દીધી હતી. ત્યારે બીજી એક મેચમાં એસ્પેનોલના રાયો વલેકાનોને 2-1થી હરાવી દીધો. 
2.બંડસલિગાની મેચમાં છ વારના ડિફેન્ડિંગ ચેમ્પિયન બેયર્ન એફસીએ શાલ્કેને 3-1થી હરાવી દીધી. આ જીતની સાથે જ બેયર્ન લીગ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. બોરુસિતા ડોર્ટમંડ પહેલા સ્થાને છે. બેયર્ન માટે જેફરી બ્રૂમાએ 11મી મિનિટે ગોલ કર્યો હતો. શાલ્કે માટે એહમદ કુટુગુએ 25 મિનિટમાં ગોલ કરીને 1-1થી બરાબરી કરી હતી. રોબર્ટ લેવોન ડોસ્કીને 27મી મિનિટે ગોલ કર્યો હતો. સર્જ ગ્નેબ્રીએ 57મી મિનિટમાં ગોલ કરીને સ્કોર 3-1થી બેયર્નના પક્ષમાં કર્યો હતો. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App