આઇપીએલ 2019 / રાજસ્થાન રોયલ્સની ટીમના ખેલાડીઓ હવેથી ગુલાબી જર્સીમાં રમશે

Rajasthan Royals players will now play in pink jersey

  • રાજસ્થાન રોયલ્સની ટીમ અત્યાર સુધી 9 સિઝન રમી ચૂકી છે, અને પહેલી સિઝનમાં જ ચેમ્પિયન બની હતી
  • ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન આ વર્ષે 23 માર્ચથી શરૂ થશે

divyabhaskar.com

Feb 11, 2019, 12:32 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક. ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રાજસ્થાન રોયલ્સ આ વર્ષથી ગુલાબી કલરની જર્સી પહેરીને રમશે. રાજસ્થાન રોયલ્સની ટીમ 2009માં યોજાયેલી પહેલી આઇપીએલની પહેલી સિઝનમાં ચેમ્પિયન બની હતી. ત્યારથી લઇને આજ સુધી ટીમે 9 સિઝનમાં રમી છે અને પ્રતિબંધના કારણે બે સિઝનમાં રમી પણ નથી. આ દરમિયાન રોયલ્સ સતત વાદળી કલરની જર્સી પહેરીને રમતી હતી.

પ્રેક્ટિસ સેશન્સ દરમિયાન ટીમ ગુલાબી રંગની જર્સી પહેરી હતી. હવે આજ રંગની જર્સીમાં મેચમાં પણ રમશે. રવિવારે કેપ્ટન અજિંક્યા રહાણે અને મેન્ટર શેન વોર્ને જર્સી લોન્ચ કરી. રહાણેએ કહ્યું કે -'છેલ્લી સિઝનમાં અમે એક મેચમાં કેન્સર પ્રત્યે જાગરુક્તા ફેલાવવા માટે ગુલાબી રંગની જર્સી પહેલી હતી. ટીમના ફેન્સે આ જર્સીને ઘણી પસંદ કરી છે.

રાજસ્થાનના પાટનગર જયપુરને પણ પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે અમે વિચાર્યું કે જર્સીનો રંગ ગુલાબી કરવો જોઇએ.' ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન આ વર્ષે 23 માર્ચથી શરૂ થવાની છે.

X
Rajasthan Royals players will now play in pink jersey
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી