ફૂટબોલ / માન્ચેસ્ટર યુનાઇટેડને 11માંથી 10 મેચ જીતાડનાર કોચની સ્ટ્રેટેજી

Divyabhaskar.com | Updated - Feb 12, 2019, 08:47 AM
Manchester United Coach's Strategy by win 10 matches out of 11 in champions league
X
Manchester United Coach's Strategy by win 10 matches out of 11 in champions league

  • દરેક મેચમાં અલગ પ્લેઇંગ ઇલેવન, ટીમ માટે કોચ પોતે ચોકલેટ લાવે
  • ઓલે ગનર કહે છે - અમે હળી-મળીને રહીશું, તેથી તકલીફ જલદી દૂર થશે 
  • ગેમ પર ફોક્સ અને કોઈ વિવાદ ન થાય માટે મીડિયા સાથે ઓછી વાતચીત 

સ્પોર્ટ્સ ડેસ્ક. ઇંગ્લેન્ડની ફૂટબોલ ક્લબ માનચેસ્ટર યુનાઇટેડ બુધવારે ચેમ્પિયન્સ લીગની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પેરિસ સેન્ટ જર્મન સામે રમશે. માનચેસ્ટર યૂનાઇટેડને અહીંયા લાવવામાં કોચ ઓલે ગનર સોલ્સકેયરની સ્ટ્રેટેજીનો મોટો રોલ છે. તેમના કોચ બનતાં પહેલાં યૂનાઇટેડની ટીમ 17માંથી માત્ર 7 મેચ જીતી છે. પરંતુ 19 ડિસેમ્બરે ઓલે ગનરના કોચ બન્યા પછી યૂનાઇટેડ 11માંથી એક પણ મેચ હાર્યું નથી. ટીમ આ સીઝનમાં પહેલીવાર ઇંગ્લિશ પ્રીમિયર લીગ(ઇપીએલ)માં ટોપ-4માં પહોંચી ગઇ. તેમની મેદાનની બહારની સ્ટ્રેટેજી અલગ અને અદરની અલગ. ઓલે ગનર ટીમના રોટેશનને જીતની ફોર્મૂલા માને છે. ટીમને મીડિયાથી દૂર રાખી અને વાતચીત માટે અઠવાડિયામાં એક દિવસ નક્કી કર્યો. હોમટાઉન નોર્વેથી ખેલાડી માટે પોતે ચોકલેટ લાવે છે. 

રોટેશન રિસ્કી છે, પણ તેની આગળ જીત છે

1.ઓલે ગનર ક્લબના પૂર્વ કોચ એલેક્સ ફર્ગ્યુસન પાસેથી ઇન્સ્પિરેશન લે છે. ફર્ગ્યુસન ક્લબના સૌથી સફળ કોચ છે. તેમણે ટીમને 13 વખત ચેમ્પિયન બનાવી. 
ટીમ સાથે પર્સનલ રિલેશન
2.મેનેજર પદ સંભાળ્યાના બીજા દિવસથી ઓલેએ પોતાની રીતે કામ કરવાનું શરૂ કર્યું. તેમના ખેલાડીઓ અને સ્ટાફની સાથે પર્સનલ રિલેશન છે. તે હાલ પણ નોર્વે જાય છે, ત્યાંથી તમામ ખેલાડી માટે ચોકલેટ લાવે છે. 
શુક્રવારે પ્રેસ સાથે વાત
3.એલેક્સ ફર્ગ્યુસન પછી તમામ મેનેજરે યૂનાઇટેડની સાથે જોડાવવા માટે કેટલાંક ચેન્જ કર્યા. ડેવિડ મોયેસે મેનુમાંથી ચિપ્સ હટાવી દીધી. ઓલએ મીડિયા સાથે વાત કરવા માટે સમય નક્કી કર્યો. માત્ર શુક્રવારે સવારે 8.30 વાગે.
રોટેશન વિનિંગ ફોર્મૂલા છે
4.સામાન્ય રીતે મેનેજર પ્લેઇંગ ઇલેવન બદલતાં નથી. પણ ઓલેએ ફૂલહામની સામે 6 ચેન્જ કર્યા. ટીમ 3-0થી જીતી. ફંડા છે - ખેલાડી થાકતા નથી અને બેન્ચ પરના ખેલાડીનો પ્રયોગ પણ કરે છે. 
ખેલાડીઓ પર ભરોસો
5.મોરિન્હોએ પોગ્બા, રેશફોર્ડ જેવા ખેલાડીઓને તક આપી નથી. ઓલેએ આ લોકો પર ભરોસો મૂક્યો. પરીણામ પોગ્બાએ 10 મેચમાં 8 ગોલ કર્યા. રેશફોર્ડે 8 મેચમાં 6 ગોલ કર્યા.
દરેક સભ્યને મળે છે
6.ઓલે ક્લબના તમામ સભ્યને મળે છે. તે મહિલા ટીમના હોય કે માત્ર ઓફિસ વર્કમાંથી. જેથી ક્લબ સાથે જોડાયેલા હોવાની ભાવના થાય. જુનિયર ટીમના ખેલાડી તેમને ઓળખી શકયા નહિં છત્તા પણ ઓલેએ તેમને ટિપ્સ આપી. 
યુનાઇટેડની જેમ રમો
7.ઓલે 14 વર્ષ યૂનાઇટેડ માટે રમ્યા છે. કોચ બન્યા પછી બીજા દિવસે ટીમે કહ્યું - તમે માન્ચેસ્ટર યૂનાઇટેડ છો, એવું માનીને રમો. ઝડપી પાસ અને અટેકિંગ ગેમ. અહિયાંથી ટીમ જીતવા લાગશે.
....અને સારો ઉપયોગ
8.મારિન્હોની સરખામણીએ ઓલેએ ખેલાડીઓનો સારી રીતે ઉપયોગ કર્યો. સેન્ટર બેક વિક્ટરે મોરિન્હોના સમયમાં 17 દિવસમાં 28 મેચ રમી હતી. હવે દોઢ મહિનામાં 10 મેચ રમી છે.
પબ્લિકમાં ટીકા નહીં
9.ભૂતપૂર્વ કોચ મોરિન્હોએ ઘણી વાર ટીમની પબ્લિકમાં ટીકા કરી હતી. જેથી પોગ્બા ક્લબ છોડવાનો હતો. પણ ઓલે પોતાના ખેલાડીઓની ટીકા પબ્લિકમાં કરતાં નથી. કહે છે કે અંદરની વાત છે. 
જુવેન્ટ્સની 20મી જીત, રોનાલ્ડોનો 20મો ગોલ
10.ઇટાલિયન ફૂટબોલ લીગ સીરીએની ટોપ ટીમ જુવેન્ટ્સે સસુઓલો ક્લબને 3-0થી હરાવી. આ જુવેન્ટ્સની સીઝનની 20મી જીત હતી. તેમણે 23માંથી એક પણ મેચ હારી નથી. ત્રણ ડ્રો રમી છે. ટીમ 63 પોઇન્ટની સાથે ટોપ પર છે. મેચમાં જુવેન્ટ્સ તરફથી સેમિ ખેદિરા, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને એમરે કેને ગોલ કર્યો. રોનાલ્ડોએ જુવેન્ટ્સ તરફથી 20મો ગોલ કર્યો. આવું તેમણે કરિયરમાં પહેલીવાર કર્યું. જુવેન્ટ્સ સૌથી વધારે 34 વાર ચેમ્પિયન બની ચૂક્યા છે. આ વચ્ચે સ્પેનિશ લીગ લા લિગામાં બાર્સેલોના અને એથલેટિક બિલબાઓની મેચ 0-0થી ડ્રો રહી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App