કન્ફર્મ / 2020માં અંડર-17 મહિલા ફૂટબોલ ફીફા વર્લ્ડકપ માટે ભારત યજમાન બનશે

Divyabhaskar.com

Mar 16, 2019, 01:38 PM IST
2020 Under-17 Women's FIFA World Cup will be hosted by India
X
2020 Under-17 Women's FIFA World Cup will be hosted by India

  • દેશમાં ફીફાની આ બીજી ટૂર્નામેન્ટ, 2017માં અંડર-17 પુરૂષ ફૂટબોલ વર્લ્ડકપની મેચો રમાઈ હતી
  • 2017ના સફળ આયોજનને પગલે અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ માટે યજમાનીની તક મળી

સ્પોર્ટ્સ ડેસ્ક. આગામી 2020માં યોજાનારા ફૂટબોલનાં ફીફા વર્લ્ડકપમાં ભારત અંડર - 17 મહિલા ફૂટબોલની યજમાની કરશે. અમેરિકાના મિયામીમાં શુક્રવારે રાત્રે યોજાયેલી ફીફા કાઉન્સિલમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ફીફા વુમન્સ વર્લ્ડકપ કાઉન્સિલનાં ઓફિસિઅલ ટ્વિટર એકાઉન્ટ ઉપર પણ તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ''કન્ફર્મઃ ભારતીય ફૂટબોલ 2020 અંડર-17 વુમન્સ ફૂટબોલ વર્લ્ડકપની ભારત યજમાની કરશે.'' 

ભારત ઉપર ભરોસો રાખી ફીફા કાઉન્સિલે ફરીથી તક આપી

1.ફીફાની ભારતમાં આ બીજી ટૂર્નામેન્ટ છે. તેના પહેલાં ભારત 2017માં અંડર- 17 પુરૂષ ફૂટબોલ વર્લ્ડકપની યજમાની કરી ચૂક્યું છે. આ ટુર્નામેન્ટના સફળ આયોજન પછી ફરીથી ભારત ઉપર ભરોસો રાખી ફીફા કાઉન્સિલે ફરીથી તક આપવાનો નિર્ણય કર્યો છે. અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ(એઆઈએફએફ)નાં અધ્યક્ષ પ્રફુલ પટેલે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, અમે આ ઈવેન્ટને ખૂબ સફળ બનાવીશું. ટ્વિટ કરી તેમણે જણાવ્યું હતું કે, ''ફીફી અંડાર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપ 2020ના આયોજનની જવાબદારી મળવી એ ખૂબ ગૌરવ અને સન્માનનીય બાબત છે.''  
11 વર્ષ પહેલાં ફીફાએ શરૂ કરી હતી આ ટૂર્નામેન્ટ
2.હાલમાં ભારતીય મહિલા ફૂટબોલ ટીમ નેપાળમાં ચાલી રહેલી સેફ વુમન ચેમ્પિયનશીપ 2019માં ભાગ લઈ રહી છે. ભારતીય ટીમે બુધવારે તેની પહેલી મેચમાં માલદીવ્સને 6-0થી હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત અત્યારસુધી સેફ ચેમ્પિયનશીપમાં કદી હાર્યું નથી. ચાર વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. ફીફાએ વર્ષ 2008માં અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડકપની શરૂઆત કરી હતી. દર બે વર્ષે આ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવે છે. પ્રથમ વખત ઉત્તરકોરિયાએ આ ચેમ્પિયનશીપ જીતી હતી. ગત વર્ષે સ્પેન ચેમ્પિયન અને મેક્સિકો રનર અપ રહ્યું હતું. ન્યૂઝિલેન્ડ ત્રીજા સ્થાને અને કેનેડા ચોથા ક્રમે રહ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ભારત પહેલીવાર ભાગ લેશે.
3.ફીફા અંડર-17 પુરૂષ વર્લ્ડકપ ટુર્નામેન્ટના નિર્દેશક ઝેવિયર સેપ્પીએ પણ ભારતને મળેલી આ તકને વધાવી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ''ભારત અને મહિલા સ્પોર્ટસ માટે આ સારા સમાચાર છે.'' 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી