તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 વાતો: જેના પર ટકી છે ભારતના મેડલની આશા, 10 કારણ- કેમ ન મળી સફળતા?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હી: રિયો ઓલિમ્પિકને પૂર્ણ થવામાં માત્ર 8 દિવસ બાકી છે પરંતુ ભારતને અત્યાર સુધી એક પણ મેડલ મળ્યો નથી. યૂએસ, ચીન જેવા દેશોની જેમ પોતાને 'પાવરફુલ' આંકવા છતા ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. બેઇજિંગમાં 3 અને લંડનમાં 6 મેડલ જીતનાર ભારત આ વખતે પોતાના 119 ખેલાડીઓ પાસે 19 મેડલની આશા હતી જે હવે સંભવ નથી. અનેક પ્લેયર્સ પોતાની ઇવેન્ટમાં હારીને બહાર થઇ ગયા છે.
જેમની પાસે હતી મેડલની આશા
1. ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ
- મિનિસ્ટ્રી ઓફ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સે નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડ હેઠળ 'ટારગેટ ઓલિમ્પિક પોડિયમ (TOP) સ્કીમ'ની શરૂઆત કરી હતી.
- 100 એથલીટ્સ માટે 45 કરોડ ફાળવવામાં આવ્યા હતા. એથલીટ્સ પર 30 લાખથી લઇને દોઢ કરોડ રૂપિયા સુધી ખર્ચ પણ કરવામાં આવ્યા હતા.
2. એથલીટ્સ પાછળ ખર્ચ
- એથલીટ્સ પર એન્યુઅલ કેલેન્ડર ઓફ ટ્રેનિંગ એન્ડ કોમ્પિટીશન્સ હેઠળ ખુલીને રૂપિયા ખર્ચ કર્યા હતા.
- પ્રથમ વખત વિદેશોમાં ટ્રેનિંગ- કોચિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં બે વર્ષમાં 180 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.
3. ફેસિલિટીઝ અને ટેકનિકલ સપોર્ટ
- ઓલિમ્પિક 2012થી અત્યાર સુધી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (SAI) સેન્ટર્સમાં સુવિધા અને ટેકનીકના મામલે મોટો બદલાવ થયો છે.
-એન્ટી ગ્રેવિટી ટ્રેડમિલ, hypoxic ચેમ્બર, ન્યૂરોટ્રૈકર્સ જેવી મશીનો લગાવવામાં આવ્યા અને સાઇન્ટિફિક રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.
4. મેનેજરિયલ સ્ટાફ ઓછો કરાયો
- રિયો ઓલિમ્પિકમાં એથલીટ્સ સાથે ટેકનીકલ ઓફિશિયલ્સ જેવા પર્સનલ કોચ, ફિઝિયો, ટ્રેનર્સ મોકલવામાં આવ્યા.
- ખેલાડીઓને સુવિધા વધુ મળે તે માટે મેનેજરિયલ સ્ટાફ પણ ઓછો કરવામાં આવ્યો.
5. તૈયારીની સતત મોનિંટરિંગ કરવામાં આવ્યું
- સાઇએ મિશન ઓલિમ્પિક સેલ બનાવ્યો હતો, જેના દ્વારા રમત અને ખેલાડીઓને સુવિધા પર નજર રાખવામાં આવતી હતી.
- જેમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન, ચીફ નેશનલ કોચ અને પૂર્વ ઓલિમ્પિક ખેલાડીઓને જોડવામાં આવ્યા હતા.
6. પર્સનલ ટ્રેનર- કોચ રાખવાની પરવાનગી
- એથલીટ્સને વિદેશમાં અથવા નેશનલ કેમ્પસમાં પ્રેક્ટિસ માટે પર્સનલ કોચ, ઇંસ્ટ્રક્ટર, ટ્રેનર્સ, ફિઝિયો અને સપોર્ટ સ્ટાફ રાખવાની પરવાનગી આપવામાં આવી હતી.
- એથલીટ્સ માટે 40 વિદેશી કોચ, એક્સપર્ટ્સ રાખવામાં આવ્યા હતા.
7. પ્રેક્ટિસ માટે પહેલા મોકલવામાં આવ્યા
- પ્રથમ ઓલિમ્પિકમાં ખેલાડીઓની રમત શરૂ થયાના બે-ત્રણ દિવસ પહેલા મોકલવામાં આવતા હતા.
- આ વખતે માહોલને સમજવા માટે 15-20 દિવસ પહેલા મોકલવામાં આવ્યા હતા.
8. ખેલાડીઓને આપવામાં આવ્યું વધુ ભોજન
- આ વખતે ભાગ લેનારા ખેલાડીઓનો ખોરાક વધારવામાં આવ્યો હતો.
- પ્રત્યેક દિવસે 450 રૂપિયાના ખર્ચને 650 રૂપિયા સુધી કરવામાં આવ્યો હતો.
- ફૂડ સપ્લીમેંટ્સ ચાર્જને 300થી વધારીને 700 રૂપિયા પ્રતિ દિવસ કરવામાં આવ્યો હતો.
9. હોકી ખેલાડીઓને પણ મળ્યો સ્કીમનો લાભ
- મેન અને વુમન હોકી બન્નેનું સિલેક્શન થયું હતું. આ ટીઓપી સ્કીમમાં નહોતા આવતા છતા તેમને આ સુવિધા આપવામાં આવી હતી.
- પ્રથમ વખત અન્ય એથલીટ્સની જેમ હોકી ખેલાડીઓને પણ પોકેટ એલાઉન્સ આપવામાં આવ્યુ હતું.
10. ખેલાડીઓને પૂરો સપોર્ટ
- રિયોમાં ગયેલા 119 ખેલાડીઓ માટે તમામ સંભવિત તૈયારીઓ કરવામાં આવી હતી.
- વિવાદ બાદ પણ નરસિંહ યાદવ જેવા ખેલાડીઓને સરકારે ખુલીને સપોર્ટ કર્યો હતો.
- નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. રિયો શરૂ થયા પહેલા દિલ્હી સહિત દેશભરમાં #RUNFORRIO રેલી કાઢવામાં આવી હતી.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, આ દસ કારણોને કારણે ઓલિમ્પિકમાં દરેક વખતે ભારત નિષ્ફળ રહે છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો