તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોલ્ટે જીત્યો 100 મીટરમાં ગોલ્ડ, સતત ત્રીજી ઓલિમ્પિકમાં બનાવ્યો રેકોર્ડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિયો ડી જાનેરો: જમૈકાનો 29 વર્ષનો ઉસૈન બોલ્ટ ફરી એક વખત ફાસ્ટ રનર બની ગયો છે. રિયો ઓલિમ્પિકમાં 100 મીટરની દોડ તેણે 9.81 સેકન્ડમાં પૂર્ણ કરી હતી. મોર્ડન ઓલિમ્પિક (1896માં શરૂ)ના 120 વર્ષના ઇતિહાસમાં બોલ્ટ પ્રથમ એથ્લેટ છે જેને સતત ત્રણ ઓલિમ્પિકમાં 100 મીટર રેસ જીતી છે.
ધીમો સ્ટાર્ટ લીધો હતો
- ફાઇનલમાં બોલ્ટે ધીમો સ્ટાર્ટ લીધો હતો
- 100 મીટરમાં ગોલ્ડ જીતવાની સાથે જ બોલ્ટના ઓલિમ્પિક મેડલ્સની સંખ્યા 7 થઇ ગઇ છે
- હીટ્સમાં તેને 10.07 સેકન્ડનો સમય લીધો હતો
- રિયોમાં બોલ્ટ 200 મીટર અને 4 ગુણા 100 મીટર રીલે રેસમાં પણ ભાગ લીધો હતો
- આ પહેલા બેઇજિંગ (2008) અને લંડન (2012)માં 100 મીટર, 200 મીટર અને 4 ગણા 100 મીટર રેલેમાં ગોલ્ડ જીતી ચૂક્યો છે.
- 2008થી ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બોલ્ટ અત્યાર સુધી 18 ગોલ્ડ જીતી ચૂક્યો છે.
ગૈટલિનને સિલ્વર
- અમેરિકાના જસ્ટિન ગૈટલિન 9.89 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી સિલ્વર મેડલ જીત્યો હતો.
- કેનેડાના આંદ્રે ધ ગ્રાસે 9.91 સેકન્ડમાં રેસ પૂર્ણ કરી બ્રોન્ઝ જીત્યો હતો.
ફેલ્પ્સે કર્યુ સંન્યાસનું એલાન
- સ્વીમિંગના કિંગ અમેરિકાના માઇકલ ફેલ્પ્સે રિયો ઓલિમ્પિકમાં પોતાનો 5th ગોલ્ડ જીતીને સંન્યાસનું એલાન કરી દીધુ છે. આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર તેની માતા ડેબોરાહ, ગર્લફ્રેન્ડ નિકોલ જોનસન અને બહેન ભાવુક થઇ ગયા હતા.
- ફેલ્પ્સે 5 ઓલિમ્પિકમાં 23 ગોલ્ડ, 3 સિલ્વર અને બે બ્રોન્ઝ સહિત કુલ 28 મેડલ જીત્યા છે.
- 100થી વધુ દેશ એવા છે જેમની પાસે કુલ આટલા મેડલ નથી.
- ફેલ્પ્સ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતનારો એથ્લેટ છે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો