તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 વર્ષની ઉંમરમાં રિજેક્ટ થઇ હતી દીપા, આજે ગોલ્ડ મેડલ જીતવા ઉતરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિયો ડી જાનેરો: 23 વર્ષની દીપા કર્માકર રિયો ઓલિમ્પિકમાં જિમનાસ્ટિક્સની ફાઇનલમાં ચોથા સ્થાને રહી હતી. ઓલિમ્પિકના ઇતિહાસના 120 વર્ષમાં પ્રથમ વખત કોઇ ભારતીય એથ્લેટ જિમનાસ્ટિક્સની ફાઇનલ સુધી પહોચી હતી. દીપા પાંચ વર્ષની ઉંમરમાં સપાટ તળવાને કારણે ટ્રેનિંગ માટે પણ રિજેક્ટ થઇ હતી. દીપા પાસે એટલી આશા હતી કે જે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ તેના ફિઝિયો સાજિદ મીરને પહેલા રિયો મોકલવાનો ઇનકાર કર્યો હતો, હવે તેને ત્યાં મોકલવામાં આવ્યો છે.
પંજો વાળી કલાકો સુધી ઊભી રહે છે
- દીપા જ્યારે માત્ર પાંચ વર્ષની હતી ત્યારે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે સાઇના કેમ્પમાં ટ્રેનિંગ માટે પહોચી હતી. તેના ફ્લેટ ફીટ (સપાટ તળીયું) હતું. જેને કારણે સાઇમાં તેને ટ્રેનિંગ માટે પણ રિજેક્ટ કરી દેવામાં આવી હતી.
- જિમનાસ્ટિક્સમાં સપાટ તળીયાને ઘણી મોટી નબળાઇ માનવામાં આવે છે. જેને કારણે તેના ઉછળવામાં તકલીફ થાય છે. દીપાના કોચ બિશ્વેશ્વર નંદીએ ખુદ દીપાને રિજેક્ટ કરવાની વાત માની હતી.
- ફ્લેટ ફીટની નબળાઇ દૂર કરવા માટે દીપા કેટલાક કલાક પંજો વાળીને ઊભી રહેતી હતી, જેને તેની ફ્લેટ ફીટ ઘણી દૂર થઇ ગઇ હતી.
સરકારને પણ હવે સમજાયું
- દીપા જ્યારે રિયો માટે રવાના થઇ રહી હતી ત્યારે તેના કોચ નંદી અને ખુદ દીપાએ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને પોતાના ફિઝિયો સાજિદ મીરને સાથે મોકલવાની અપીલ કરી હતી.
- ત્યારે તેની વાત સાંભળવામાં નહોતી આવી પરંતુ જેવી જ દીપા ફાઇનલમાં પહોંંચી ત્યારે મિનિસ્ટ્રીએ સાજિદના પેપર્સ તૈયાર કરાવ્યા અને તેને રિયો મોકલવામાં આવ્યો.
પ્રોદુનોવા એટલે 'વોલ્ટ ઓફ ડેથ' પરંતુ આમ કેમ?
- જિમનાસ્ટિક્સમાં સૌથી વધુ પોઇન્ટ પ્રોદુનોવાને જ મળે છે. 90ના દાયકામાં યેલેના પ્રોદુનોવાએ આ વોલ્ટ શરૂ કર્યો. બાદમાં તેના નામ પર જ આ વોલ્ટનું નામ પડ્યું,
- ત્યારબાદ વિશ્વના માત્ર 4 જિમનાસ્ટ જ આ કરી શક્યા છે. જેમાં દીપા કર્માકર પણ શામેલ છે.
શું હોય છે આ ઇવેન્ટમાં?
- જિમનાસ્ટ 25 કિમી/કલાકની ઝડપે સ્પ્રિંગબોર્ડ તરફ દોડે છે.
- જમીનથી 10-12 ફૂટની ઉંચાઇ મેળવે છે.
- 1.7 સેકન્ડમાં બે ફ્રંટ સમરસોલ્ટ લગાવે છે, જો તે ઉંધા માથે પડે તો તેનું ઘટનાસ્થળે જ મોત થવાની આશંકા હોય છે.
- પછી સામે સીધી લેન્ડિંગ.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, પ્રોદુનોવા વિશેના ફેક્ટસ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો