તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

32 વર્ષ બાદ ટ્રૈક ઇવેન્ટની ફાઇનલમાં ભારતીય એથ્લેટ, ટેનિસમાં સાનિયાની હાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રિયો ડી જાનેરો: ઓલિમ્પિકનો વધુ એક દિવસ ભારત માટે મેડલ વગર પ્રસાર થયો હતો. આઠમા દિવસે ભારતને ટેનિસ, બેડમિન્ટન, શૂટિંગ, એથલેટિક્સ અને મહિલા હોકીમાં ઝટકા લાગ્યા હતા. જો કે એથલેટિક્સમાંથી એક સારા સમાચાર પણ આવ્યા. 3000 મીટર સ્ટીપલચેજ ઇવેન્ટમાં લલિતા બાબરે ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધુ છે. લલિતા બાબર 32 વર્ષ બાદ ટ્રૈક એન્ડ ફીલ્ડ ઇવેન્ટની ફાઇનલમાં પહોચનારી ભારતીય એથ્લેટ બની ગઇ છે. આ પહેલા 1984માં પીટી ઉષા ફાઇનલ સુધી પહોચી હતી.બીજી તરફ ટેનિસમાં સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડી મિક્સ્ડ ડબલ્સની સેમિ ફાઇનલમાં હારી ગઇ હતી. જો કે તે બ્રોન્ઝ મેડલની દોડમાં હજુ પણ સામેલ છે.
લલિતાએ તોડ્યો નેશનલ રેકોર્ડ
- એથલેટિક્સ મુકાબલામાં ભારતની લલિતા બાબરે શનિવારે 3000 મીટર સ્ટીપલચેજ ઇવેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
- આમ કરનારી લલિતા બાબર 32 વર્ષ બાદ ટ્રૈક એન્ડ ફીલ્ડ ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનારી ભારતીય એથ્લેટ બની ગઇ છે. આ પહેલા 1984માં પીટી ઉષા ફાઇનલ સુધી પહોચી હતી.
- લલિતાએ 3000 મી સ્ટીપલચેજના પ્રથમ રાઉન્ડમાં 9 મિનિટ 19.76 સેકન્ડનો સમય લઇને ફાઇનલ માટે ક્વોલિફાય કર્યુ, તે ફાઇનલમાં પહોચનારી 15 રનર્સમાં સાતમા નંબરે રહી હતી.
- લલિતેઆ મે 2016માં સુધા સિંહ ( 9 મિનિટ 26.55 સેકન્ડ)નો નેશનલ રેકોર્ડ તોડ્યો. સાથે જ પોતાના વ્યક્તિગત સમયમાં પણ સાત સેકન્ડનો સુધારો કર્યો હતો.
- આ ઇવેન્ટમાં ભારતની પૂર્વ નેશનલ રેકોર્ડ હોલ્ડર સુધા સિંહ 30માં સ્થાને રહીને બહાર થઇ ગઇ હતી. તે 9 મિનિટ 43.29 સેકન્ડનો સમય લઇને 52 રેસરમાં 30માં સ્થાને રહી હતી.
- આ ઇવેન્ટમાં બહેરીનની રૂથ જેબેટે નવ મિનિટ 12.62 સેકન્ડનો સમય લઇને રાઉન્ડ-1માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. આ ઇવેન્ટની ફાઇનલ સોમવારે રમાશે.
ટેનિસમાં સાનિયા-બોપન્નાની જોડી હારી
- મિક્સ્ડ ડબલ્સની સેમિ ફાઇનલ સાનિયા મિર્ઝા અને રોહન બોપન્નાની જોડીને અમેરિકાની વીનસ વિલિયમ્સ અને રાજીવ રામની જોડીએ હરાવી હતી.
- સાનિયા-બોપન્ના આ મેચ 6-2,2-6,3-10થી ગુમાવી હતી.
- સુપર ટાઇબ્રેકરમાં ભારતીય જોડી એક બાદ એક કેટલીક ભૂલો કરી અને અમેરિકાની જોડીએ 10-3થી ટાઇબ્રેકરમાં જીત મેળવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
- આ હાર સાથે જ ભારતીય જોડીના હાથમાંથી ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતવાની તક નીકળી ગઇ હતી.
- જો કે બ્રોન્ઝ મેડલની રેસમાં તે હજુ પણ છે. બ્રોન્ઝ માટે તેમની મેચ રવિવાર રાત્રે રમાશે.
ક્વાર્ટર ફાઇનલની રેસમાં મહિલા હોકી ટીમ બહાર
- 36 વર્ષ બાદ ઓલિમ્પિકમાં રમી રહેલી ભારતીય મહિલા હોકી ટીમનું નિરાશાજનક પ્રદર્શન જારી છે.
- શનિવારે ભારતની મહિલા ટીમ પૂલ બીના એક મુકાબલામાં આર્જેન્ટિના સામે 5-0થી હારીને રિયો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પહોચવાની રેસમાંથી બહાર થઇ ગઇ છે.
- ભારતને ક્વાર્ટર ફાઇનલમાં પહોચવા માટે આ મેચ જીતવી જરૂરી હતી. હવે આ હાર બાદ ભારતીય મહિલા નવથી 12 સ્થાન માટે રમશે.
શૂટિંગમાં ગુરપ્રીત અને મેરાજ થયા બહાર
- શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય નિશાનેબાજનું નિરાશાજનક પ્રદર્શન આઠમા દિવસે પણ જારી રહ્યું.
- ગુરપ્રીત સિંહ પુરૂષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ ઇવેન્ટ અને મેરાજ અહમદ ખાન સ્કીટ ઇવેન્ટની ફાઇનલમાં પહોચવાથી ચુકી ગયા હતા.
- ગુરપ્રીત પિસ્ટલ ઇવેન્ટમાં 581ના કુલ સ્કોર સાથે સાતમા નંબરે રહ્યો. આ ઇવેન્ટમાં ટોપ 6 પોઝિશન પર રહેલા શૂટર્સને જ ફાઇનલમાં જગ્યા મળી હતી.
- મેરાજ 121 અંકો સાથે નવમા સ્થાને રહ્યો હતો. તે ચાર અન્ય શૂટર્સ સાથે 121ના સ્કોર પર હતા પરંતુ શૂટ ઓફ મેરાજની આશા તૂટી ગઇ હતી.
- ઇટાલી અને ડેનમાર્કના નિશાનેબાજ શૂટ ઓફ જીતીને ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધું હતું.
- હવે શૂટિંગમાં ભારતની અંતિમ આશા રવિવારે થનારી ઇવેન્ટમાં છે. જેમાં ગગન નારંગ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં ઉતરશે.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, બેડમિન્ટન અને એથલેટિક્સમાં ભારતીય એથ્લેટનું પ્રદર્શન...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો