મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે ન્યૂઝીલેન્ડને 34 રને હરાવ્યું, હરમનપ્રિતે ફટકાર્યા 103 રન

હરમનપ્રિત કૌરે 51 બોલમાં 103 રન બનાવ્યા
હરમનપ્રિત કૌરે 51 બોલમાં 103 રન બનાવ્યા

DivyaBhaskar.com

Nov 10, 2018, 09:27 AM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થયેલા મહિલા T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં આજે ભારતે ન્યુઝીલેન્ડને 34 રને હાર આપી છે. ગ્રુપ-Bમાં ભારતીય મહિલા ટીમ અને ન્યૂઝિલેન્ડની મહિલા ટીમ વચ્ચે વેસ્ટ ઇન્ડિઝના ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં મેચ રમાયો હતો. આ મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ પારીમાં 20 ઓવરમાં 5 વિકેટના નુકશાને 194 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાને 160 રન જ બનાવી શકી હતી.

ભારતીય મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરે તુફાની બેટિંગ કરી 51 બોલમાં 103 રન બનાવ્યા હતા. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 59 રનની પારી રમી હતી. બન્નેની શાનગાર બેટિંગ ની મદદથી ભારતે 5 વિકેટના નુકસાને 194 રન બનાવ્યા હતા. મહિલા T20 ક્રિકેટના ઇતિહાસનો ભારતીય ટીમનો આ હાઈએસ્ટ સ્કોર રહ્યો હતો.

ભારતીય મહિલા ટીમ


સ્મૃતિ મંધાના, તાનિયા ભાટિયા(વિકેટકીપર), જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રિત કૌર(કેપ્ટન), દાયલાન હેમલતા, મિથાલી રાજ, દિપ્તી શર્મા, વેદ ક્રિષ્નમૂર્તિ, રાધા યાદવ, અરૂંધતિ રેડ્ડી, પૂનમ યાદવ

ન્યૂઝિલેન્ડ મહિલા ટીમ

સુઝી બેટ્સ, એના પીટરસન, સોફી ડિવાઈન, એમી સ્ટર્થવેઈટ(કેપ્ટન), કેટી માર્ટિન (વિકેટકીપર), મેડી ગ્રી, લેગ કેસપિરેક, જેસ વેટકીન, હેલે જેનસન, એમિલી કેર, લી થુડૂ

X
હરમનપ્રિત કૌરે 51 બોલમાં 103 રન બનાવ્યાહરમનપ્રિત કૌરે 51 બોલમાં 103 રન બનાવ્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી