સાત વર્ષથી ટીમમાંથી બહાર મુનાફ પટેલ ક્રિકેટમાંથી સંન્યાસ લેશે

ફાસ્ટ બોલરે ભારત તરફથી 86 મેચ રમી 125 વિકેટ લીધી

Divyabhaskar.com | Updated - Nov 11, 2018, 03:25 AM
Indian fast Munaf Patel will retire from cricket
નવી દિલ્હી: મુનાફ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષનો મુનાફ પટેલ ભારત તરફથી 2011માં અંતિમ ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. તેણે ભારત તરફથી 13 ટેસ્ટ, 70 વન-ડે અને 3 ટી-20 મેચ રમી છે. ત્રણેય ફોર્મેટમાં તેણે 125 વિકેટ લીધી છે. મુનાફે ટેસ્ટમાં 35, વન-ડેમાં 86 અને ટી-20માં 4 વિકેટ લીધી છે. તે હવે કોચિંગ આપવા માંગે છે. મુનાફે યુએઈમાં થનારી ટી-10માં ભાગ લેવાનું નક્કી કર્યું છે. મુનાફે કહ્યું કે તેને કોઇ અફસોસ નથી, તે જેટલા પણ ક્રિકેટર સાથે રમ્યો તેમાંથી મહેન્દ્રસિંહ ધોની સિવાયના તમામ નિવૃત્ત થઇ ચુક્યા છે. દરેકનો સમય પુરો થયો છે. જો મારી સાથે રમેલા ખેલાડી હજુ રમતા હોત અને મે સંન્યાસ લીધો હોત તો મને દુ:ખ થયું હોત.

X
Indian fast Munaf Patel will retire from cricket
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App