• Home
  • Sports
  • IPL 2019
  • Varun Chakravarthy started cricket at 25, bought for 8.4 crores by Kings XI Punjab

આઇપીએલ 12 / સ્કૂલની ટીમમાં કોઈ લેતું નહોતું, 25ની ઉંમરે ક્રિકેટ શરૂ કર્યું, IPL 2019માં સૌથી મોંઘો 8.4 કરોડમાં વેચાયો

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 07:18 PM
Varun Chakravarthy started cricket at 25, bought for 8.4 crores by Kings XI Punjab

  • આઈપીએલની 12મી સીઝન માટે વરુણ 20 લાખની બેઝ પ્રાઈઝ પર 8.40 કરોડમાં વેચાયો
  • તામિલનાડુ પ્રીમિયર લીગમાં 4.7ની ઈકોનોમીથી 9 વિકેટ લઈને મદુરાઈ પેન્થરને એકલા હાથે ટાઈટલ જીતાડ્યું હતું
  • અલગ-અલગ છ પ્રકારે સ્પિન કરી શકતો હોવાથી તેને ખરીદવા ટીમોમાં હોડ લાગી હતી

સ્પોર્ટ્સ ડેસ્ક: વરુણે સ્કૂલમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. ત્યારે તેને ક્લાસની ટીમમાં મુશ્કેલીથી રમવા મળતુ હતુ. 12માં ધોરણમાં તેણે ક્રિકેટ છોડીને આર્કિટેક્ચર બનવાનું નક્કી કર્યું. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે બે વર્ષ એક કંપનીમાં કામ કર્યું પરંતુ 25 વર્ષની વયે તેણે વિચાર્યું કે બસ બહુ થયું, હવે એજ કરવું છે જે મન કરે છે! તેણે નોકરી છોડી દીધી. વરુણને ખબર ન હતી તે આગળ શું કરી શકશે, પણ મનનું સાંભળીને 6 વર્ષ પછી તેણે પોતાની ક્રિકેટ કીટ બહાર કાઢી. તે દિવસ અને આજનો દિવસ, વરુણ ચક્રવર્તીને કિંગ્સ ઇલેવન પંજાબે આ વખતના ઓક્શનમાં હાઈએસ્ટ પ્રાઈઝ 8.4 કરોડમાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કરી દીધો છે. તે જયદેવ ઉનડકટ સાથે આ વર્ષના ઑક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. વરુણની અલગ અલગ છ પ્રકારે સ્પિન કરવાની ખાસિયતને કારણે તેને ખરીદવા ટીમો વચ્ચે પડાપડી થઈ રહી હતી.

તમિલનાડુ પ્રીમિયર લીગમાં વરુણ આ રીતે પસંદ થયો હતો

વરુણ ફાસ્ટ બોલર તરીકે કમબેક કરવા માંગતો હતો, પરંતુ ઇજા થતાં તે ક્રિકેટથી વધુ 6 મહિના દૂર રહ્યો હતો. ત્યારબાદ તેણે વિકેટકીપર બેટ્સમેન તરીકે રમવાનું ચાલું કરી દીધું. વરુણ લીગના ટ્રાયલ્સમાં બેટ્સમેન તરીકે ગયો હતો પરંતુ ટ્રાયલ્સમાં તેણે પોતાનાથી સારા પ્લેયર્સને જોતા બોલર તરીકે રમવાનું પસંદ કર્યું. તેણે પહેલી વખત કેરમ બોલ નાખ્યો જે કોચ રોબિનસિંહને પસંદ આવ્યો. ત્યારબાદ તેણે પાછું ફરીને જોયું નથી.

વરુણ 6 અલગ અલગ પ્રકારે સ્પિન કરી શકે છે

વરુણ 6 અલગ અલગ પ્રકારે સ્પિન કરી શકે છે તેથી જ આ હરાજીમાં તેના માટે બધી ટીમો વચ્ચે પડાપડી થઈ હતી. તેણે તમિલનાડુ પ્રીમિયર લીગમાં 4.7ની ઈકોનોમીથી 9 વિકેટ લઈને મદુરાઈ પેન્થરને એકલા હાથે ટાઈટલ જીતાડ્યુ હતું. વરુણે આ વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં સેકેન્ડ હાઈએસ્ટ વિકેટ લીધી હતી. તે ઉપરાંત રણજી ટ્રોફીમાં પણ ડેબ્યુ કર્યું હતું.

જેને સ્કૂલ ક્રિકેટ ટીમમાં જગ્યા મળતી ન હતી તે ખેલાડી 20 લાખની બેઝ પ્રાઈઝ પર 8.40 કરોડમાં વેચાયો જે ક્રિકેટની અને જુસ્સાની જીત છે.

X
Varun Chakravarthy started cricket at 25, bought for 8.4 crores by Kings XI Punjab
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App