આઇપીએલ 12 / 16 વર્ષનો પ્રયાસ રે બર્મન કોહલી સાથે ફોટો પડાવવાના સપના જોતો હતો, હવે ડ્રેસિંગ રૂમ શેર કરશે

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 06:11 PM
16 year old Prayash Ray Barman bought by RCB for 1.5 crores
X
16 year old Prayash Ray Barman bought by RCB for 1.5 crores

  • પ્રયાસે વિજય હઝારેમાં જમ્મુ કાશ્મીર સામે 20 રનમાં 4 વિકેટ લઈને શાનદાર ડેબ્યુ કર્યું હતું
  • પ્રયાસને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 1.5 કરોડમાં ખરીદ્યો
  • તેના પિતાએ કહ્યું કે "તું જયારે ભારત માટે રમીશ તે  તારી સાચી સિદ્ધિ હશે. અત્યારે પૈસા વિશે તારે વિચારવાની જરૂર નથી."

સ્પોર્ટ્સ ડેસ્ક: જેણે વિરાટ કોહલી સાથે ફોટો પડાવવાના સપના જોયા હોય તેવા 16 વર્ષીય પ્રયાસ રે બર્મનને કોહલીની જ ફ્રેન્ચાઈઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 1.5 કરોડમાં ખરીદી લેતા હવે વિરાટ સાથે જ ડ્રેસિંગ રૂમ શેર કરવાની તેને તક મળશે.. પ્રયાસે આ સીઝનમાં વિજય હઝારે ટ્રોફીમાં ડેબ્યુ કરતા બંગાળ માટે સૌથી વધુ વિકેટ લીધી હતી. 6'1ની હાઈટ ધરાવતો પ્રયાસ બોલને વધુ ટર્ન કરાવતો નથી. તે અનિલ કુમ્બલેની જેમ બોલને ફ્લાઇટની આપવાની જગ્યાએ, પોતાની ઝડપ સાથે એક જ લાઈન પકડી રાખીને બેટ્સમેનને શોટ્સ ફ્ટકારવા દેતો નથી. ​​​

પ્રયાસે જમ્મુ કાશ્મીર સામે 20 રનમાં 4 વિકેટ લઈને શાનદાર ડેબ્યુ કર્યું હતું

1.

પ્રયાસ મૂળ દુર્ગાપુર કોલકાતાનો છે. તે નવી દિલ્હીમાં મોટો થયો છે જ્યાં તેના પિતા એક ફિઝિશિયન તરીકે કામ કરે છે. દિલ્હીની રામપાલ ક્રિકેટ એકેડેમીમાં તેણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેની રમતમાં સુધારો દુર્ગાપુર ક્રિકેટ સેન્ટર ખાતે તેના કોચ શીબનાથરે હેઠળ થયો હતો.

2.
  1. પ્રયાસે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે "ભારતમાં લાખો  લોકોની જેમ વિરાટ કોહલી મારો પણ રોલ મોડલ છે. મેં વિરાટ સાથે સેલ્ફી પડાવા ઘણી વખત કોશિશ કરી હતી અને હવે તેમની સાથે જ ડ્રેસિંગ રૂમ શેર કરીશ તે મારા માટે અવિસ્મરણીય બની રહેશે.
  2. મને વિરાટ અને એબી ડિવિલિયર્સ જેવા મહારથીઓ પાસેથી ઘણું બધું શીખવા મળશે. હું IPL શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છુ.
  3. પ્રયાસે જમ્મુ કાશ્મીર સામે 20 રનમાં 4 વિકેટ લઈને શાનદાર ડેબ્યુ કર્યું હતું. તેણે વિજય હઝારેમાં 9 મેચમાં 4.45ની ઇકૉનૉમીથી 11 વિકેટ લીધી હતી.
  4. તે પોતાના પિતા ડૉક્ટર કૌશિક રે બર્મનને બધી ક્રેડિટ આપતા કહે છે કે તેમણે મને ક્યારેય ભણવા માટે ફોર્સ કર્યો નથી.
  5. પ્રયાસે કહ્યું હતું કે  હરાજી પછી મારા પિતાએ નવી દિલ્હીથી ફોન પર સલાહ આપતા કહ્યું હતું કે " તું જયારે ભારત માટે રમીશ તે  તારી સાચી સિદ્ધિ હશે. અત્યારે પૈસા વિશે તારે વિચારવાની જરૂર નથી.​
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App