Home » Sports » IPL 2018 » IPL @Rochak » IPL 2018:Mumbai have won for a win, but only one run, a fascinating event

મુંબઇએ જીત માટે માર્યો ચોક્કો પરંતુ મળ્યો ફક્ત એક રન, બની રસપ્રદ ઘટના

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 02:43 PM

હાર્દિક પંડ્યા-રોહિત શર્માની એક ભૂલના કારણે ટીમને 3 રન મળ્યા ઓછા

  • IPL 2018:Mumbai have won for a win, but only one run, a fascinating event
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    પૂણે: મુંબઇ ઇન્ડિયન્સે IPL 2018ની 27મી મેચમાં ચેન્નાઇ સુપરકિંગ્સને 8 વિકેટે હરાવી આ સિઝનમાં બીજો વિજય મેળવ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્માના અણનમ 56 રનની મદદથી અંતિમ 2 બોલ બાકી રહેતા વિજય મેળવ્યો હતો. જો કે આ મેચમાં અંતિમ ઓવરમાં એક અનોખી ઘટના બની હતી. હાર્દિક પંડ્યાએ બાઉન્ડ્રી ફટકારી હતી જો કે એક ભૂલના કારણે મુંબઇ ઇન્ડિયન્સને 3 રન ઓછા મળ્યા હતા.

    હાર્દિક પંડ્યા-રોહિતની ભૂલને કારણે 3 રન ઓછા મળ્યા

    મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં અનોખી ઘટના બની હતી.વાત એવી છે કે મુંબઇને જીત માટે છેલ્લી ઓવરમાં 5 રનની જરૂર હતી. ઓવર ઇમરાન તાહિર નાખી રહ્યો હતો. જેમાં પ્રથમ બોલ ઉપર 1 રન આવ્યો અને ત્યાર બાદ બીજા બોલ ઉપર 2 અને ત્રીજા બોલ ઉપર 1 રન આવ્યો હતો.

    હવે મુંબઇ ઇન્ડિયન્સને જીતવા માટે 3 બોલમાં 1 રનની જરૂર હતી ત્યારે હાર્દિક પંડ્યાએ તાહિરની ઓવરમાં સ્લીપમાં શોર્ટ ફટકાર્યો હતો અને બોલ બાઉન્ડ્રી પાર પહોંચી ગયો હતો. જો કે તેમ છતાં મુંબઇ ઇન્ડિયન્સને માત્ર 1 રન જ આપવામાં આવ્યો હતો.

    આવું થવા પાછળનું કારણ એવું છે કે જ્યારે હાર્દિકે શોર્ટ માર્યો ત્યારે બંને પ્લેયર એટલે કે નોન સ્ટ્રાઇક ઉપર રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા બંને એક બીજાને ક્રોસ કરી ચૂક્યા હતાં અને ક્રિઝમાં પહોંચી ગયાં હતા.

    આ કારણથી બાઉન્ડ્રી વાગ્યા પહેલાં એક રન રજિસ્ટર થઇ ચૂક્યો હતો. જેથી સ્કોર 173 થવાના બદલે 170 જ રહ્યો હતો. જોકે આ મેચમાં મુંબઇનો આસાન વિજય થયો હતો.

  • IPL 2018:Mumbai have won for a win, but only one run, a fascinating event
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL 2018:Mumbai have won for a win, but only one run, a fascinating event
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL 2018:Mumbai have won for a win, but only one run, a fascinating event
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • IPL 2018:Mumbai have won for a win, but only one run, a fascinating event
    મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિગ્સનો સ્કોરકાર્ડ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ