Divya Bhaskar

Home » Sports » IPL 2018 » IPL @Rochak » Virat Kohli Become The Highest Run Scorer In The IPL

હારેલી મેચમાં મોટો રેકોર્ડ બનાવી ગયો વિરાટ કોહલી, IPLમાં બન્યો નંબર-1 બેટ્સમેન

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 05:23 PM

વિરાટ કોહલીએ મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ અણનમ 92 રનની ઇનિંગ રમી હતી

  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2018ની 14મી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 46 રનથી હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલીએ 92* રન બનાવ્યા હતા. જો કે તેની ટીમ આ મેચ હારી ગઇ હતી. વિરાટે 62 બોલમાં 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. મેચ દરમિયાન તેને ઓરેન્જ કેપ પણ મેળવી હતી સાથે જ ટૂર્નામેન્ટનો સૌથી મોટો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

    વિરાટ ટૂર્નામેન્ટનો હાઇએસ્ટ સ્કોરર બન્યો

    - મેચમાં 92* રનની ઇનિંગ રમતા વિરાટ કોહલી IPL 2018માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તે અત્યાર સુધી 4 મેચમાં 201 રન બનાવી ચુક્યો છે. આ સાથે જ તેને ઓરેન્જ કેપ પણ મેળવી લીધી છે.
    - મેચમાં 31 રન બનાવતા જ વિરાટ IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. વિરાટ પોતાની IPL કારકિર્દીમાં અત્યાર સુધી 153 મેચમાં 38.17ની એવરેજથી 4619 રન બનાવી ચુક્યો છે.
    - આ મામલે તેને ચેન્નાઇ સુપરકિંગ્સના સુરેશ રૈનાને પાછળ છોડ્યો હતો. જેને 163 મેચમાં 33.78ની એવરેજથી 4558 રન બનાવ્યા છે.
    - આ યાદીમાં ત્રીજા નંબર પર મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા છે. જેને IPL કારકિર્દીમાં 163 મેચમાં 32.66ની એવરેજથી 4345 રન બનાવ્યા છે.
    - આ ટૂર્નામેન્ટ હજુ રમાઇ રહી છે એવામાં ટોપ થ્રી પોઝિશન્સ માટે આ પ્લેયર્સ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. આ ત્રણ ખેલાડીઓ પાસે એક બીજાથી આગળ નીકળવાની તક છે.

    આગળની સ્લાઇડમાં જુઓ, IPLના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારા અન્ય પ્લેયર્સ વિશે...

  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Virat Kohli Become The Highest Run Scorer In The IPL
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending