• Gujarati News
  • National
  • ટીમ માટે નીતા અંબાણીની માતાએ કરી પ્રાર્થના, IPL 2018 MI Won Match Against KIXP

ટીમ માટે નીતા અંબાણીની માતાએ કરી પ્રાર્થના, ભાવિ પૂત્રવધૂએ સાસુમા સાથે કર્યું Cheer

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટ્સ ડેસ્કઃ IPL 2018ની 34મી મેચ મુંબઈ ઈન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને છ વિકેટે હરાવ્યું હતું. મેચમાં મુંબઈને જીત માટે 175 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વિનિંગ ટીમે 19 ઓવરમાં 176/4 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં જ્યારે મુંબઈ ટીમ જીતની નજીક હતી ત્યારે ટીવી સ્ક્રિન પર એક વૃદ્ધ મહિલા પ્રાર્થના કરતી જોવા મળી હતી. આંખો બંધ કરીને મુંબઈની જીત માટે પ્રાર્થના કરતા હતાં. મેચ જીત્યા બાદ સોશ્યિલ મીડિયાએ મુંબઈની જીતની ક્રેડિટ આ મહિલાને આપી હતી.


નીતા અંબાણીની માતા છેઃ
સ્ક્રિન પર દેખાયેલી તે વૃદ્ઘ મહિલા મુંબઈ ઈન્ડિયન્સની ઓનર નીતા અંબાણીની માતા પૂર્ણિમા દલાલ છે. ઈન્દોરમાં રમાયેલી મેચ જોવા માટે નીતા અંબાણી પોતાની માતા સાથે આવ્યા હતાં. આ સિવાય આકાશ અંબાણી પણ ફિયાન્સી શ્લોકા મહેતા સાથે આવ્યો હતો. ટૂર્નામેન્ટમાં આગળ જવા માટે મુંબઈ માટે આ જીત ઘણી જ મહત્વની હતી. નોંધનીય છે કે ગયા વર્ષે પણ તે ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સની જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતાં


મેચ સમરીઃ
કિંગ્સ ઈલેવન પંજાબઃ 174/6(20 ઓવર)
મુંબઈ ઈન્ડિયન્સઃ 176/4(19 ઓવર)