Home » Sports » IPL 2018 » IPL Magical Moments » IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee

સ્ટેડિયમમાં બેસીને મેચ જોઇ રહ્યો હતો આ વ્યક્તિ, પછી કર્યુ કઇક એવુ કે મળ્યા 1 લાખ રૂપિયા

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 01:02 PM

ફેનને આ પ્રકારના એવોર્ડની નહોતી ખબર, એક હાથે કેચ પકડતા જ લાગી લોટરી

  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈ અને બેંગલુરુની મેચ દરમિયાન આ યુવકે 1 લાખનું ઈનામ જીત્યું હતું.

    સ્પોર્ટ્સ ડેસ્કઃ IPL-2018માં મંગળવારની રાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ વચ્ચે મુકાબલો રમાયો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સનો 46 રને વિજય થયો હતો. આ મેચ જોવા સ્ટેડિયમમાં આવેલા એક ફેન સાથે રસપ્રદ ઘટના બની હતી. તેણે જાણતાં-અજાણતાં કંઈક એવું કામ કરી નાંખ્યું કે, જેને કારણે તેને 1 લાખ રૂપિયા મળ્યા હતા.

    આમ જીતી લીધા 1 લાખ રૂપિયા....


    - મેચ દરમિયાન આ ઘટના 19.3 ઓવરમાં બની હતી. જ્યારે એન્ડરસનના ફુલટોસ બોલ પર રોહિત શર્માએ ડીપ એક્સ્ટ્રા કવર તરફ શાનદાર સિક્સ ફટકારી હતી. રોહિતના શોટ પર બોલ સીધો સ્ટેન્ડ્સમાં બેઠેલા લોકો પાસે ગઈ હતી, આ સમયે એક યુવકે આ બોલ એક હાથે કેચ કરી લીધો હતો. આ કેચ પકડવાની સાથે જ યુવકે ટાટા નેક્સોન ફેન કેચનો એવોર્ડ જીતી લીધો હતો. વાસ્તવમાં મેચ દરમિયાન એક હાથથી કેચ પકડનારને આ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ઈનામ પેટે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. એવોર્ડ જીતવા માટે શરત માત્ર એટલી હોય છે કે, કેચ એક હાથે જ પકડ્યો હોય, બે હાથથી કેચ પકડનારને ઈનામ આપવામાં નહીં આવે. આ સિક્સ સાથે જ રોહિત શર્માનો સ્કોર 90 રન થયો હતો અને તે પછી તેણે એક ફોર ફટકારી આ આઈપીએલ સીઝનમાં પોતાનો બેસ્ટ સ્કોર 94 રન નોંધાવ્યો હચો, જોકે રોહિત શર્મા સદી ચૂકી ગયો હતો.

    મેચ સમરીઃ
    મુંબઈ ઈન્ડિયન્સ
    - 213/6 (20 ઓવર) (રોહિત-94, લુઈસ-65)
    રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ- 167/8 (20 ઓવર) (વિરાટ-92*)

    (આગળની સ્લાઈડ્સમાં તસવીરોમાં જુઓ સંપૂર્ણ ઘટના........)

  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    19.3 ઓવરમાં બની આ ઘટના.
  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    જ્યારે એન્ડરસનની ફુલટોસ પર રોહિત શર્માએ ડીપ એક્સ્ટ્રા કવર પર સિક્સ ફટકારી હતી.
  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    રોહિતની આ સિક્સ ઘણી લાંબી હતી.
  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આ સિક્સ સાથે રોહિત શર્માના 90 રન પૂરા થયા હતા.
  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્ટેન્ડ્સમાં બેઠેલા એક વ્યક્તિએ આ કેચ પકડ્યો.
  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    યુવકે એક હાથે કેચ પકડ્યો હતો.
  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    એક હાથે કેચ કરવા પર ટાટા નેક્સન ફેન એવોર્ડ જીતી ગયો યુવક.
  • IPL 2018: ફેનની મેચમાં લાગી લોટરી I Fan Got Award & 1 Lakh Rupee
    આ એવોર્ડ એક હાથે કેચ લેનારા ફેનને આપવામાં આવે છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ