Home » Sports » IPL 2018 » Latest News » IPL 2018: કોલકાતાનો 71 રને વિજય I Kolkata Won By 71 Runs Vs DD

પૂર્વ ટીમ વિરુદ્ધ ગંભીરની દિલ્હી થઈ ફેલ, આ છે કોલકાતાની જીતના 5 હીરો

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 11:50 PM

કોલકાતાની ટીમે દિલ્હી ડેરડેવિલ્સને 71 રને માત આપી, આઈપીએલ 2018માં પોતાની બીજી જીત મેળવી

  • IPL 2018: કોલકાતાનો 71 રને વિજય I Kolkata Won By 71 Runs Vs DD
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    આંદ્રે રસેલ.

    કોલકાતાઃ IPL 2018માં સોમવારે દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતા તરફથી આંદ્રે રસેલ અને નિતીશ રાણાએ કરેલી શાનદાર બેટિંગ કરતા નાઈટરાઈડર્સે 20 ઓવરમાં 9 વિકેટના ભોગે 200 રન કર્યા હતા. જ્યારે બોલિંગમાં સુનીલ નારાયણ અને કુલદીપ યાદવ સહિતના બોલર્સે શાનદાર દેખાવ કરતા દિલ્હીની ટીમ 14.2 ઓવરમાં 129 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં સુનીલ નારાયણે આઈપીએલમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરી હતી.

    કોલકાતાની જીતના 5 હીરો


    1 આંદ્રે રસેલ
    2 નિતીશ રાણા
    3 રોબિન ઉથપ્પા
    4 સુનીલ નારાયણ
    5 કુલદીપ યાદવ

    આંદ્રે રસેલ


    - કોલકાતાનો ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ફરી એકવાર ટીમ માટે આક્રમક બેટિંગ કરતો જોવા મળ્યો હતો. આંદ્રે રસેલે માત્ર 12 બોલમાં 6 સિક્સ સાથે 41 રન ફટકાર્યા હતા. રસેલની બેટિંગ જોતા એકસમયે લાગતું હતું કે આઈપીએલની ફાસ્ટેસ્ટ અડધી સદીનો લોકેશ રાહુલનો(14 બોલમાં) રેકોર્ડ અમુક જ મેચોમાં તૂટી જશે, જોકે રસેલ આ રેકોર્ડ તોડી શક્યો નહોતો. પરંતુ તેણે ટીમ માટે ઘણી મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો, કોલકાતાની જીતના હીરો રહેલા અન્ય ખેલાડીઓના પ્રદર્શન વિશે......)

  • IPL 2018: કોલકાતાનો 71 રને વિજય I Kolkata Won By 71 Runs Vs DD
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    નિતીશ રાણા


    - આ મેચમાં કોલકાતા તરફથી નિતીશે હાઈએસ્ટ સ્કોર કર્યો હતો. નિતીશે 35 બોલમાં 59 રનની ઈનિંગ રમી હતી. જેમાં 5 ફોર અને 4 સિક્સ સામેલ હતી. આઈપીએલ 10 બાદ આઈપીએલ 11માં પણ નિતીશનું શાનદાર ફોર્મ યથાવત છે.

  • IPL 2018: કોલકાતાનો 71 રને વિજય I Kolkata Won By 71 Runs Vs DD
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    રોબિન ઉથપ્પા


    - કોલકાતા નાઈટ રાઈડર્સના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાં સામેલ રહેલા રોબિન ઉથપ્પાએ પણ આંદ્ર રસેલની જેમ ઝડપી અને મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. ઉથપ્પાએ 19 બોલમાં 35 રનની ઈનિંગ રમી હતી. જેમાં 2 ફોર 

    અને 3 સિક્સ સામેલ છે.

  • IPL 2018: કોલકાતાનો 71 રને વિજય I Kolkata Won By 71 Runs Vs DD
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    સુનીલ નારાયણ


    - દિલ્હી સામેની મેચ દરમિયાન આ ટૂર્નામેન્ટમાં પોતાની 100 વિકેટ પૂર્ણ કરનારા સુનીલ નારાયણે 3 ઓવરમાં 18 રન આપી 3 વિકેટ ઝડપી હતી. નારાયણે ક્રિશ મોરિસ અને વિજય શંકર ઉપરાંત મોહમ્મદ શમીની વિકેટ ઝડપી હતી.

  • IPL 2018: કોલકાતાનો 71 રને વિજય I Kolkata Won By 71 Runs Vs DD

    કુલદીપ યાદવ


    - આ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલક કુલદીપ યાદવે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કુલદીપ યાદવે 3.2 ઓવરમાં 32 રન આપી 3 વિકેટ ઝડપી હતી. કુલદીપે રિષભ પંત અને ગ્લેન મેક્સવેલ જેવા વિસ્ફોટક બેટ્સમેનોની વિકેટ ઝડપી હતી. જેમણે ઘણી આક્રમક બેટિંગ કરી હતી અને જો તેમની વિકેટ ન પડતી તો દિલ્હી સરળતાથી આ મેચ જીતી શકે તેમ હતું.  કુલદીપ ટ્રેન્ટ બોલ્ટની વિકેટ પણ ઝડપી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ