Home » Sports » IPL 2018 » Latest News » મુંબઈનો 46 રને વિજય: Mumbai Indians hero players of today match victory

IPL 2018: સતત 3 પરાજય બાદ અંતે મુંબઈ ઈન્ડિયન્સનો વિજય, આ છે જીતના 5 હીરો

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 12:17 AM

પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ગુમાવ્યા બાદ પણ મુંબઈની ટીમ 6 વિકેટના ભોગે 213 રન કરવામાં સફળ રહી

  • મુંબઈનો 46 રને વિજય: Mumbai Indians hero players of today match victory
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    સ્પોર્ટ્સ ડેસ્કઃ IPL 2018માં મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્માની ટીમો સામ-સામે ટકરાઈ હતી. કોહલીએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો, આ સમયે પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ગુમાવ્યા બાદ પણ મુંબઈની ટીમે રોહિતના 94 રનની મદદથી 6 વિકેટના ભોગે 213 રન કરવામાં સફળ રહી હતી. જોકે ડીવિલિયર્સ અને કોરી એન્ડરસન ઉપરાંતના ટીમના મહત્વપૂર્ણ ખેલાડીઓ ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા અને માત્ર કોહલી એક જ બેંગલુરુ તરફથી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. આરસીબી 214 રનના ટાર્ગેટ 175 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

    આ રહ્યાં મુંબઈની જીતના હીરો...


    1 રોહિત શર્મા
    2 ઈવિન લુઈસ
    3 કૃણાલ પંડ્યા
    4 મિચેલ મેક્લેનેઘન
    5 મયંક માર્કંડે

    રોહિત શર્મા


    - ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનર એવા રોહિત શર્માનું ફોર્મ પ્રારંભિક ત્રણ મેચોમાં કંઈ ખાસ નહોતું રહ્યું. આ મેચમાં તેની ટીમે પ્રથમ બે બોલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી આ સમયે રોહિતે કેપ્ટન ઈનિંગ રમતા 52 બોલમાં 10 ફોર અને 5 સિક્સ સાથે આક્રમક 94 રન ફટકાર્યા હતા. તેની આ ઈનિંગને કારણે જ મુંબઈ ઈન્ડિયન્સ 0 પર 2 વિકેટ ગુમાવ્યા બાદ પણ 200થી વધુ રનનો સ્કોર કરવામાં સફળ રહી હતી.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો, મુંબઈ ઈન્ડિયન્સની જીતના હીરો રહેલા અન્ય ખેલાડીઓના પ્રદર્શન વિશે....)

  • મુંબઈનો 46 રને વિજય: Mumbai Indians hero players of today match victory
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઈવિન લુઈસ


    - આરસીબી વિરુદ્ધની મેચ થકી ઈવિન લુઈસે એ વાત સાબિત કરી દીધી કે, શા માટે તેને ટી20 ક્રિકેટમાં સૌથી વિસ્ફોટક ખેલાડી માનવામાં આવે છે. ઈવિન લુઈસે 42 બોલમાં 6 ફોર અને 5 સિક્સ વડે 65 રનની ઈનિંગ રમી હતી. લુઈસ અને રોહિત શર્માએ ત્રીજી વિકેટ માટે 108 રનની પાર્ટનરશિપ કરી હતી. 

  • મુંબઈનો 46 રને વિજય: Mumbai Indians hero players of today match victory
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    કૃણાલ પંડ્યા


    - હાર્દિક પંડ્યાના ભાઈ કૃણાલ પંડ્યાએ આ મેચમાં બેટ કરતા બોલ વડે વધુ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપી 3 વિકેટ ઝડપી હતી. તેણે મંદીપ સિંઘ, કોરી એન્ડરસન અને વોશિંગ્ટન સુંદરની વિકેટ ઝડપી હતી.

  • મુંબઈનો 46 રને વિજય: Mumbai Indians hero players of today match victory
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    મિચેલ મેક્લેનેઘન


    - આ મેચમાં મુંબઈ માટે આ મેચનો હીરો સાબિત થયો હતો. તેણે આ મેચમાં આરસીબીના સૌથી વિસ્ફોટક બેટ્સમેન એવા ડી વિલિયર્સને માત્ર 1 રનના સ્કોરે જ પેવેલિયન ભેગો કર્યો હતો. આ ઉપરાંત મેક્લેનેઘને ક્વિન્ટન ડી કોકની વિકેટ પણ ઝડપી હતી. મેક્લેનેઘને 3 ઓવરમાં 24 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

  • મુંબઈનો 46 રને વિજય: Mumbai Indians hero players of today match victory

    મયંક માર્કંડે


    - પોતાની પ્રથમ મેચથી જ સૌને પ્રભાવિત કરનારા મંયક માર્કંડેએ 4 ઓવરમાં 25 રન આપી 1 વિકેટ ઝડપી હતી. તેણે આ મેચમાં શાનદાર બોલિંગ કરતા આરસીબીના ખેલાડીઓને મોટો સ્કોર કરવા દીધા નહોતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ