Home » Sports » IPL 2018 » Latest News » RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update

RR Vs KKR Score: ડીકે-રાણાની જોશીલી બેટિંગ, KKR 7 વિકેટે જીત્યું

Divyabhaskar.com | Updated - Apr 19, 2018, 12:43 AM

નબળા ફોર્મની ચિંતા વચ્ચે RR આજે પોતાના ઘરઆંગણે નારાયણની ઓવરમાં રહાણેના 4 વર્તમાન સિઝનની મજબૂત ટીમોમાંની KKR સામે ટકરાશે.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +11બીજી સ્લાઈડ્સ જુઓ
  KKRની ટીમે ઓલ-રાઉન્ડ દેખાવ કરતા RRને 7 વિકેટે આસાનીથી હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

  સ્પોર્ટ્સ ડેસ્ક. Jaipur. નબળી બેટિંગ બાદ RRના બોલર્સની પ્રભાવહિન બોલિંગ સામે KKRના બેટ્સમેનોની એટલી જ જોશીલી બેટિંગ જોવા મળી હતી. આ કારણે RR સામે KKRનો 19મી ઓવરમાં જ 7 વિકેટે ભવ્ય વિજય થયો છે. જીત માટે 161 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKRની ટીમે 18.5 ઓવરમાં જ 3 વિકેટે 163 રન ફટકારીને જીત પાકી કરી હતી. આ સમયે સુકાની દિનેશ કાર્તિક 23 બોલમાં 42 (2x4, 2x6) અને નીતિશ રાણા 25 બોલમાં 35 (2x4, 1x6) રન ફટકારીને અણનમ રહ્યા હતા.

  KKRની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચે, RR 5મા ક્રમે

  આ વિજય સાથે KKRની ટીમ 5 મેચમાં 3 વિજય મેળવી 6 પોઈન્ટ સાથે ટોચે પહોંચી ગયું છે. જ્યારે બીજા સ્થાને SRH અને ત્રીજા સ્થાને KXIP છે. જ્યારે આ મેચમાં હારેલી RR 4 પોઈન્ટ સાથે 5મા ક્રમે ધકેલાઈ ગયું છે.

  (આગળની સ્લાઈડમાં વાંચો કાર્તિક-નીતિશ જામી ગયા, KKR જીત ભણી)
 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  KKRના કેપ્ટન દિનેશ કાર્તિક અને નીતિશ રાણાએ જવાબદારીપૂર્ણ બેટિંગ કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.

  કાર્તિક-નીતિશ જામી ગયા, KKR જીત ભણી

   

  KKRના સુકાની દિનેશ કાર્તિક તથા નીતિશ રાણાએ ટેમ્પરામેન્ટ સાથે બેટિંગ કરતા 21 બોલમાં 24 રનની નિર્ણાયક ભાગીદારી સાધી હતી. આ કારણથી જ RRની ચુસ્ત બોલિંગ અને ટાઈટ ફિલ્ડીંગ વચ્ચે પણ KKR જીત ભણી સરળતાથી આગળ વધી શક્યું હતું. જીત માટે 161 રનના ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે 16 ઓવરમાં 3 વિકેટે 126 રન નોંધાવ્યા હતા. આમ, હવે જીત માટે તેને 24 બોલમાં ફક્ત 35 રનની જરૂર છે અને હજી આન્દ્રે રસેલ જેવા હાર્ડ હિટર આવવાના બાકી છે.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  બેન સ્ટોક્સે બાઉન્ડ્રી પર ઉથપ્પાનો શાનદાર જગલિંગ કેચ ઝડપ્યો હતો.

  ઉથપ્પા આઉટ, KKR માટે કપરા ચઢાણ

   

  બંને ઓપનરની વિકેટ પડી ગયા બાદ KKRની ઈનિંગની મોટાભાગની જવાબદારી રોબિન ઉથપ્પા પર આવી પડી હતી જેને તેણે ખૂબીપૂર્વક નિભાવી હતી. જો કે, નીતિશ રાણાએ પણ તેનો સારો સાથ નિભાવ્યો હતો. બંનેએ 22 બોલમાં 32 રનની ભાગીદારી નિભાવી હતી. પરંતુ આ તબક્કે જ ઉથપ્પા મહત્ત્વાકાંક્ષી શોટ ફટકારવા જતાં બેન સ્ટોક્સના હાથે ઝડપાઈ ગયો હતો. સ્ટોક્સે પોતાની હાઈટ પરથી જતા બોલને બાઉન્ડ્રી લાઈન પર હવામાં ઉછાળી રોપ ક્રોસ કરી પાછા મેદાનમાં આવીને કેચ પૂરો કર્યો હતો. આમ KKRની 102 રને 3જી વિકેટ પડી હતી. રોબિને 36 બોલમાં 6 ચોગ્ગા, 2 છગ્ગા વડે 48 રન ફટકાર્યા હતા. જ્યારે રાણા 12 બોલમાં 17 રન ફટકારી રમતમાં હતો.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  સુનિલ નારાયણને RRના કિપર બટલરે રનઆઉટ કર્યો હતો.

  નારાયણ રનઆઉટ, RRનો કમબેકનો ચાન્સ

   

  ઓપનર લિન સસ્તામાં આઉટ થઈ ગયા બાદ અન્ય ઓપનર સુનિલ નારાયણ તથા વન-ડાઉન આવેલા ઉથપ્પાએ વિકેટ સાચવવાની સાથે-સાથે આકર્ષક ફટકાબાજી પણ કરી હતી. જો કે, નારાયણ 25 બોલમાં 35 રન ફટકારીને રનઆઉટ થઈ જતાં KKRની 9મી ઓવરમાં 70 રને 2જી વિકેટ પડી ગઈ હતી. જો કે, ઉથપ્પાએ 26 બોલમાં 5 ચોગ્ગા, 2 છગ્ગા સાથે 40 રન નોંધાવીને એક છેડો સાચવી રાખ્યો હતો.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ક્રિસ લિન આ મેચમાં નિષ્ફળ રહ્યો હતો અને શૂન્ય રને આઉટ થઈ જતાં KKRને પહેલો ઝાટકો લાગ્યો હતો.

  લિન 1લી ઓવરમાં બોલ્ડ, RRનો વ્યૂહ સફળ

   

  ક્રિસ લિન ખાતું ખોલાવ્યા વિના જ ગૌતમે નાંખેલી 1લી ઓવરના ત્રીજા જ બોલ પર ક્લિન બોલ્ડ થઈ જતાં KKRને શરૂઆતી ઝાટકો લાગ્યો હતો. લિને અત્યારસુધી IPLમાં સારો દેખાવ કર્યો છે, પરંતુ 1લી ઓવર સ્પિનર પાસે નંખાવવાના RRના વ્યૂહમાં તે સપડાઈ ગયો હતો. RRની 1લી વિકેટ 1 રને જ પડી હતી.

   

  બટલરની છેલ્લે ફટકાબાજી, KKRને 161નો ટાર્ગેટ

   

  જોસ બટલરે છેલ્લી ઘડીએ કરેલી ફટકાબાજીને પગલે RR ઘરઆંગણે KKR સામેની મેચમાં માંડ-માંડ 150નો આંકડો પાર કરી શકી હતી. RRની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 160 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બટલરે 18 બોલમાં 2 ચોગ્ગા વડે 24 રન ફટકાર્યા હતા. આમ મેચ જીતવા KKRને 161 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેની ધરખમ બેટિંગને જોતાં સાવ સામાન્ય નિવડે તેમ લાગતું હતું.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  કરને બે બોલમાં બે વિકેટ ઝડપીને RRની મોટા સ્કોરની આશા પર પાણી ફેરવી દીધું હતું.

  કરને બે બોલમાં ગૌતમ-ગોપાલને કર્યા ઘરભેગા

   

  બેન સ્ટોક્સ બાદ ગૌતમ પણ આઉટ થઈ જતાં RRની 18.1 ઓવરમાં 141 રનના સ્કોરે 6ઠી વિકેટ પડી હતી. ત્યારપછીના જ બોલ પર એસ ગોપાલ પણ ક્લિન બોલ્ડ થઈ જતાં RRની 7મી વિકેટ પણ આ સ્કોરે જ પડી ગઈ હતી. આ સંજોગોમાં RRની ટીમ 150નો સ્કોર પણ માંડ-માંડ પાર કરે તેમ લાગતું હતું.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  KKRના બેટ્સમેને નિયમિત અંતરે વિકેટ પાડવાનું ચાલુ રાખીને મેચ પર પકડ જમાવી હતી.

  સ્ટોક્સ પણ આઉટ, RRની મુસીબતો ફરી શરૂ

   

  વર્તમાન સિઝનમાં IPLના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ બેન સ્ટોક્સ વધુ એક વખત નિષ્ફળ નિવડ્યો હતો અને કુલદીપ યાદવના ગુગલી બોલે થાપ ખાઈ જતા મિડ ઓફ પર રાણાના હાથે ઝડપાઈ ગયો હતો. આમ, RRએ વધુ એક વખત જરૂરના સમયે વિકેટ ગુમાવી દેતા તેની રનરેટ પર બ્રેક લાગી હતી. સ્ટોક્સે 11 બોલમાં 14 રન ફટકાર્યા હતા. સ્ટોક્સ આઉટ થયો ત્યારે RRના 16.1 ઓવરમાં 5 વિકેટ 122 રન થયા હતા.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  ડીઆક્રી શોર્ટે આ વખતે મજબૂત શરૂઆત કરી હતી પણ હાફ સેન્ચુરી પૂરી કરી શક્યો નહોતો.

  RRનો ટોપ ઓર્ડર ફેઈલ, બટલર-સ્ટોક્સ રમતમાં

   

  RRનો ટોપ ઓર્ડર ફરી એકવાર સારી શરૂઆત કર્યા પછી પણ તેનો લાભ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો છે. શરૂઆતની 3 વિકેટ 98 રનમાં પડી ગયા બાદ રાહુલ ત્રિપાઠી પણ ઈનિંગને મોમેન્ટમ આપવાના ચક્કરમાં કુલદીપના બોલ પર ઉતાવળિયો શોટ ફટકારી બેઠો હતો અને આન્દ્રે રસેલે તેનો સુંદર કેચ ઝડપી લીધો હતો. ત્રિપાઠીએ 11 બોલમાં 15 રન ફટકાર્યા હતા અને RRનો સ્કોર 106 રન હતો.

   

  સેમસન ફ્લોપ, શોર્ટ પણ 44 રન ફટકારી આઉટ

   

  સંજુ સેમસન આ વખતે ખાસ કાંઈ ઉકાળી શક્યો નહોતો અને ફક્ત 8 રન ફટકારીને યુવા ફાસ્ટર શિવમ માવીનો શિકાર બન્યો હતો. આ સમયે RRનો સ્કોર 62 રનનો હતો. જો કે, ઓપનર શોર્ટે આ વખતે સ્ટેડી બેટિંગ કરીને એક છેડો જાળવ્યો હતો. પરંતુ શોર્ટ પણ 43 બોલમાં 44 રન ફટકારીને રાણાના બોલે બોલ્ડ થયો હતો. આમ RRએ 12.5 ઓવરમાં 98 રને 3જી વિકેટ ગુમાવી હતી. આ સમયે ત્રિપાઠી 15 રને રમતમાં હતો, જેની સાથે બેન સ્ટોક્સ જોડાયો હતો.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  રહાણેને ચાલાકીથી કાર્તિકે રનઆઉટ કરતા RRને પહેલો ઝાટકો લાગ્યો હતો.

  કાર્તિકે ચિત્તાની ચપળતાથી રહાણેને કર્યો રનઆઉટ

   

  અત્યંત જોખમી બની રહેલા RRના સુકાની અજિંક્યા રહાણેને KKRના વિકેટકીપર સુકાની દિનેશ કાર્તિકે ચપળતાપૂર્વક રનઆઉટ કરી દેતાં યજમાન RRની 54 રનના સ્કોરે 1લી વિકેટ પડી હતી. રહાણેએ ફક્ત 19 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ વડે 34 રન ફટકાર્યા હતા. જ્યારે અન્ય ઓપનર શોર્ટ22 બોલમાં 17 રને રમતમાં હતો. RRની ગત મેચનો હીરો સંજુ સેમસન આ વખતે બેટિંગમાં જોડાયો હતો.

   

  નારાયણની ઓવરમાં રહાણેના 4 બોલમાં 4 ચોગ્ગા

   

  ટોસ હારવા છતાં RRનો ઉત્સાહ ઓસર્યો નહોતો અને કેપ્ટન રહાણેએ સુનિલ નારાયણની 4થી ઓવરમાં સળંગ ચાર ચોગ્ગા ફટકારીને પોતાની ટીમને મજબૂત શરૂઆત આપી હતી. RRએ પહેલી ત્રણ ઓવર સુધી સાવધાનીપૂર્વક બેટિંગ કરી હતી અને ફક્ત 9 રન જ નોંધાવ્યા હતા. જો કે, રહાણેએ 4થી ઓવરમાં ધબાધબી બોલાવી હતી.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  નારાયણની ઓવરમાં રહાણેએ સળંગ 4 ચોગ્ગા ફટકારીને RRને મજબૂત શરૂઆત આપી હતી.

  કાર્તિકે જીત્યો ટોસ, RRને પહેલી બેટિંગ આપી

   

  KKRના સુકાની દિનેશ કાર્તિકે ટોસ જીતીને જયપુર ખાતે RR સામેના મુકાબલામાં પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમોમાં કોઈ ફેરફાર કરાયો નથી. જો કે, બીજી ઈનિંગ દરમિયાન મેદાનમાં પડતું ઝાકળ RRની બોલિંગ દરમિયાન ચિંતાનો વિષય બની શકે છે.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ટોસ દરમિયાન KKRનો સુકાની દિનેશ કાર્તિક વધુ એક વાર નસીબવંતો સાબિત થયો હતો.

  આજના KKR સામેના મુકાબલામાં RRની અગ્નિપરીક્ષા

   

  RRને અજિંક્ય રહાણેના સ્વરૂપમાં નવો સુકાની ભલે મળ્યો હોય પરંતુ હજી સુધી IPL 2018ની સિઝનમાં તેણે અપેક્ષા મુજબની રમત દેખાડી નથી. બિનસાતત્યપૂર્ણ ફોર્મની ચિંતાઓ વચ્ચે RRની ટીમ હવે આજે પોતાના ઘરઆંગણે વર્તમાન સિઝનની સૌથી મજબૂત ટીમોમાંની એક KKR સામે ટકરાશે. બીજીતરફ DDને હરાવીને KKRનો ઈરાદો બુલંદ જણાય છે. KKR પાસે પણ આ વખતે દિનેશ કાર્તિકના સ્વરૂપમાં નવો સુકાની છે. પરંતુ કાર્તિક એક સુકાની તરીકે વધુ પરિપક્વ જણાઈ રહ્યો છે.

 • RR Vs KKR Live Score: IPL 2018 Rajasthan Royals vs Kolkata Knight Riders Live Cricket Match Update
  RRના બોલર્સનો નબળો દેખાવ ટીમ માટે ચિંતાનું મોટું કારણ બન્યું છે.

  બંને ટીમની પ્લેઈંગ XI:

   

  RR પ્લેઈંગ XI:
  અજિંક્ય રહાણે (કેપ્ટન), ડી આર્કી શોર્ટ, સંજુ સેમસન, બેન સ્ટોક્સ, રાહુલ ત્રિપાઠી, જોસ બટલર (વિ.કી.), કે ગૌતમ, શ્રેયસ ગોપાલ, ધવલ કુલકર્ણી, જયદેવ ઉનડકટ, બેન લાફલિન

   

  KKR પ્લેઈંગ XI:


  ક્રિસ લિન, સુનિલ નારાયણ, રોબિન ઉથપ્પા, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન, વિ.કી.), આન્દ્રે રસેલ, શુભમન ગિલ, પિયૂષ ચાવલા, ટોમ કરન, શિવમ માવી, કુલદીપ યાદવ

   

  Topics: IPL 2018Kolkata Knight RidersRajasthan Royals | RR vs KKR Live Score | IPL 2018 Schedule | IPL Live streaming | Today IPL Match

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ