Home » Sports » IPL 2018 » Latest News » MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update

MI vs RCB: કોહલી એકલો ઝઝૂમ્યો, છતાં RCB સામે MI 46 રને જીત્યું

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 10:08 AM

આ વખતે MI અણીના સમયે પરફોર્મ કરી શક્યું નથી. બીજીતરફ RCB પણ ત્રણમાંથી બે મેચ હારી ચૂક્યું છે.

 • MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  ઈશાન કિશનને MIના જ હાર્દિક પંડ્યાનો થ્રો વાગતા ઘડીભર તે મૂર્છિત થઈ ગયો હતો.

  સ્પોર્ટ્સ ડેસ્ક. Mumbai. વિરાટ કોહલી એકલ શૂરવીરની જેમ 20 ઓવર સુધી અડીખમ ઊભો રહ્યો અને 62 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગા વડે અણનમ 92 રન ફટકાર્યા હતા. પરંતુ સામેછેડે RCBનો કોઈ બેટ્સમેન તેનો સાથ આપવા ઊભો રહ્યો નહોતો અને ધડાધડ વિકેટો પડી જતાં RCB 214 રનના ટાર્ગેટનો પીછો કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 167 રન જ કરી શક્યું હતું. આમ MIનો 46 કને વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં MIનો આ પહેલો વિજય હતો.

  હાર્દિકનો થ્રો મોઢે વાગતા MIનો કિપર ઈશાન મૂર્છિત

  બુમરાહની 13મી ઓવરમાં કોહલી ઝડપી રન લેવા ગયો ત્યારે મિડવિકેટ પરથી હાર્દિક પંડ્યાનો અત્યંત તેજ થ્રો પીચ પડ્યા બાદ અનઈવન બાઉન્સ થતા વિકેટ કીપર ઈશાન કિશનના મોઢા પર વાગ્યો હતો. આ થ્રો એટલો તેજ હતો કે ઈશાનને જમણી આંખની નીચેના ભાગમાં વાગતા રીતસરના તમ્મર આવી ગયા હતા અને ઘડીભર મૂર્છિત થઈને મેદાનમાં જ ફસડાઈ પડ્યો હતો. આ ઘટના એટલી ઝડપથી બની કે મેદાનમાં હાજર સહુકોઈના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જો કે, તુરત ફિઝિયો આવી ગયા હતા અને પાણી છાંટીને ઈશાનને સ્વસ્થ કર્યો હતો. સ્પષ્ટ જોઈ શકાતું હતું કે ઈશાનના મોઢા પર રીતસરનું ચકામું પડી ગયું હતું. તેને તુરત પ્રાથમિક સારવાર માટે મેદાન બહાર લઈ જવાયો હતો અને તે સમયે તારે સબસ્ટીટ્યૂટ કીપર તરીકે આવ્યો હતો.

  (આગળની સ્લાઈડમાં જુઓ RCBનો ધબડકો, એક અકેલા કોહલી મેદાનમેં)
 • MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  કોહલી બિચારો એક છેડો જાળવીને ઊભો રહ્યો હતો પરંતુ કોઈએ તેનો સાથ આપ્યો નહોતો.

  RCBનો ધબડકો, એક અકેલા કોહલી મેદાનમેં

   

  કોહલી અને મનદીપસિંઘ વચ્ચે 3જી વિકેટ માટે 33 રનની ભાગીદારી નોંધાયા બાદ કૃણાલ પંડ્યાની 10મી ઓવરમાં 4થી અને 5મા બોલ પર મનદીપ અને ખતરનાક કોરી એન્ડરસનની ઉપરાછાપરી વિકેટ પડી હતી. ત્યારબાદ વોશિંગ્ટન સુંદર પણ 7 રન નોંધાવીને આઉટ થઈ ગયો હતો. આમ મહત્ત્વના તબક્કે RCBએ સળંગ બે બોલમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ સુંદરની વિકેટ પણ ગુમાવી દીધી હતી. RCB 11.3 ઓવરના અંતે 86 રન પર 5 વિકેટના સ્કોરે ઝઝૂમી રહ્યું હતું જ્યારે બધો આધાર કોહલી પર રહ્યો હતો.

   

   

  ડીકોક બોલ્ડ, ડીવિલિયર્સ આઉટ: RCB સંકટમાં

   

  શરૂઆતની ઓવરોમાં ઝડપી ફટકાબાજી કર્યા બાદ ડીકોક 12 બોલમાં 19 રન ફટકારીને મેકક્લેનાઘનના બોલ પર ક્લિન બોલ્ડ થઈ ગચો હતો. જ્યારે RCBનો અન્ય આધારભૂત બેટ્સમેન એબી ડિવિલિયર્સ ફક્ત 1 રન નોંધાવીને મેકક્લેનાઘને નાંખેલી 5મી ઓવરના 5મા બોલે કેચઆઉટ થઈ ગયો હતો. આનેપગલે RCBએ 5 ઓવરના અંતે 44 રનના સ્કોરે 2 વિકેટ ગુમાવી હતી.

 • MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  મેકક્લેનાઘને RCBની શરૂઆતની બે વિકેટ ઝડપીને સોપો પાડી દીધો હતો.

  કોહલી-ડીકોકે કરી RCBની મજબૂત શરૂઆત

   

  ઓપનર વિરાટ કોહલી અને ક્વિન્ટન ડીકોકે કરેલી સુંદર ફટકાબાજીને પગલે RCBએ આપેલા 214 રનના જંગી ટાર્ગેટનો પીછો કરતા MIએ 3 ઓવરમાં નોલોસ પર 27 રન ફટકાર્યા હતા. આ સમયે કેપ્ટન કોહલી 10 બોલમાં 14 અને ડીકોક 8 બોલમાં 11 રને રમતમાં હતા.

 • MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  MIના કેપ્ટન રોહિત શર્માએ પણ જોરદાર ફોર્મ દેખાડતા સુંદર શોટ્સ ફટકાર્યા હતા.

  MIએ આપ્યો RCBને 214 રનનો ટાર્ગેટ

   

  રોહિત શર્માએ કેપ્ટન ઈનિંગ્સ રમતા શાનદાર હાફ સેન્ચુરી ફટકારી હતી. જો કે, 16મી ઓવરમાં કૃણાલ પંડ્યા બીજો રન લેવાની ઉતાવળમાં રનઆઉટ થયો હતો. જો કે, આ નિર્ણાયક તબક્કે જ કેઈરોન પોલાર્ડનું આગમન થયું હતું. પરંતું પોલાર્ડ પણ માત્ર 5 રન કરીને આઉટ થયો હતો. હવે રોહિત આખરી ઓવરમાં કેવી ફટકાબાજી કરે છે તેની પર બધો આધાર છે.

   

  રોહિત રંગમાં, MI સંગીન સ્કોર ભણી

   

  રોહિત શર્માએ MI વતી વર્તમાન સિઝનમાં પહેલીવાર ફોર્મ મેળવતા જોરદાર ફટકાબાજી કરી હતી. લુઈસ બાદ રોહિતે પણ હાફ સેન્ચુરી કરી હતી. MIના સુકાનીએ બોલમાં 32 બોલમાં 6 ચોગ્ગા, 2 સિક્સ વડે 50 રન ફટકાર્યા હતા. રોહિતની સાથે બેટિંગમાં જોડાયેલા કૃણાલ પંડ્યાએ પણ ઝડપી બેટિંગ કરતા 10 બોલમાં 1 સિક્સ વડે 11 રન કર્યા હતા. બંનેએ 4થી વિકેટ માટે 20 બોલમાં 31 રનની અણનમ ભાગીદારી કરી હતી.

   

  લુઈસ આઉટ, MIનો મદાર રોહિત શર્મા પર

   

  લુઈસ હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ 65 રનના અંગત સ્કોરે કોરી એન્ડરસનનો શિકાર બન્યો હતો. એન્ડરસનના બોલ પર પુલ શોટ મારવા જતાં લુઈસનો શોટ હવામાં ઊંચો ગયો હતો અને કીપર ડીકોકે મુશ્કેલ કેચ આસાનીથી ઝડપી લીધો હતો. આમ 108 રનના સ્કોરે MIની 3જી વિકેટ પડી હતી. જો કે, હજી રોહિત સારા ફોર્મ સાથે બેટિંગ કરી રહ્યો હોવાથી MIની 200નો સ્કોર પ્રાપ્ત કરવાની આશા જીવંત રહી છે. રોહિત 28 બોલમાં 38 રન ફટકારીને રમતમાં હતો અને MIના 12 ઓવરના અંતે 3 વિકેટે 114 રન થયા હતા.

   

  લુઈસની હાફ-સેન્ચુરી, MI મજબૂત સ્થિતિમાં

   

  MIના શરૂઆતના ધબડકા બાદ ઓપનર લુઈસે જબરદસ્ત ફટકાબાજી કરી હતી અને ફક્ત 34 બોલમાં હાફ સેન્ચુરી મારી હતી. લુઈસે 3 ટાવરિંગ સિક્સ અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા. બીજીબાજુ કેપ્ટન રોહિત પણ આજે જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. રોહિતે 23 બોલમાં 4 ચોગ્ગા, 1 સિક્સની મદદથી 32 રન ફટકાર્યા હતા. આમ, એક તબક્કે સ્ટ્રગલ કરી રહેલી MIનો સ્કોર 10 ઓવરના અંતે 95 રનનો થયો હતો.

 • MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  એવિન લુઈસે આકર્ષક ફટકાબાજી કરીને MIની ઈનિંગનું કન્સોલિડેશન કહ્યું હતું.

  આરંભિક ધબડકા બાદ રોહિત-લુઈસે MIની બાજી સંભાળી

   

  પહેલી જ ઓવરમાં બે બોલમાં 2 વિકેટ ગુમાવી ચૂકેલા MI વતી ઓપનર લુઈસ તથા કેપ્ટન રોહિત શર્માએ કન્સોલિડેશન કરતા ફક્ત 26 બોલમાં 51 રનની અણનમ ભાગીદારી સાધી હતી. તેમાં પણ લુઈસે નયનરમ્ય ફટકાબાજી કરતા 4 ચોગ્ગા, 2 સિક્સ ફટકારીને 18 બોલમાં 33 રન કર્યા હતા. જ્યારે રોહિતે 10 બોલમાં 2 ચોગ્ગા વડે 12 રન નોંધાવ્યા હતા.

 • MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  RCBના બોલર ઉમેશ યાદવે તરખાટ મચાવતા 1લી ઓવરના પહેલા બે બોલમાં 2 વિકેટ ઝડપી હતી.

  ઉમેશનો તરખાટ, MIની પહેલા 2 બોલમાં 2 વિકેટ

   

  RCBના બોલર ઉમેશ યાદવે તરખાટ મચાવતા મેચના પહેલા બે બોલ્ડમાં MIના બે બેટ્સમેનને ક્લિન બોલ્ડ કરતા સપાટો બોલાવી દીધો હતો. મેચના 1લા બોલે MIના ઓપનર સૂર્યકુમાર ઈનસ્વિંગ બોલમાં બોલ્ડ થયો હતો. જ્યારે વનડાઉન આવેલો ઈશાન કિશન પણ શાર્પ ઈનસ્વિંગ દડે ચારો ખાને ચિત થઈ ગયો હતો. આમ MIનો આરંભિક ધબડકો થયો હતો.

 • MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  RCBના સુકાની વિરાટ કોહલી અને MIના રોહિત શર્મા બંનેની આજે આકરી કસોટી થશે.

  વિરાટ જીત્યો ટોસ, MIને પહેલા બેટિંગમાં ઉતાર્યું

   

  RCBના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય લીધો છે. આ અંગે ટોસ બાદ કોહલીએ કહ્યું હતું કે, પરિસ્થિતિ વાદળછાયી છે અને આ ગ્રાઉન્ડ પર બીજી ઈનિંગ દરમિયાન ઝાકળની સ્થિતિ રહે છે. આ સંજોગોમાં બીજી ઈનિંગમાં સ્પિનર્સને ગ્રીપ લેવામાં તકલીફ પડતી હોઈ અમે રન ચેઝ કરવાનું પસંદ કરીશું. જ્યારે રોહિતે કહ્યું હતું કે, તે પણ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ લેવા માગતો હતો.

 • MI vs RCB Live Score: IPL 2018 Royal Challengers Bangalore vs Mumbai Indians Live Cricket Match Update
  MIના મેન્ટર સચિન તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમમાં RCB સુકાની કોહલી સાથે હળવી પળો માણી હતી.

   

  ત્રણેય મેચ હારેલા MIનો થશે RCB સાથે મુકાબલો

   

  ટી20ની સૌથી રસપ્રદ બાબત એ છે કે અણીના સમયે બાજી મારનારી ટીમ જ મેચ જીતે છે. ઘણી વાર એવું બને છે કે આવી ટીમો મેચમાં મોટાભાગના સમયે પાછળ હોય છે પણ છેલ્લી ઘડીએ તેમની પાસે એટલો સ્ફોટક ભંડાર હોય છે કે બે-ત્રણ ચાવીરૂપ ખેલાડીઓ ગમે તે ઘડીએ મેચનું પાસું પલટી નાંખે છે. કદાચ આવા જ ફાયર પાવરના અભાવે આ વખતે MI અણીના સમયે પરફોર્મ કરી શક્યું નથી. બીજીતરફ RCB પણ ત્રણમાંથી બે મેચ હારી ચૂક્યું છે. તેમની એકમાત્ર જીત KXIP સામે થઈ છે. આ વખતે RCB માટે સૌથી ચિંતાજનક બાબત તેમના બોલર્સનું નબળું ફોર્મ છે. તદુપરાંત તેનો મિડલઓર્ડર પણ ટકી શક્યો નથી.

   

  બંને ટીમની પ્લેઈંગ XI:

   

  MI પ્લેઈંગ XI:


  એવિન લુઈસ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિ.કી.), રોહિત શર્મા (કેપ્ટન), કેઈરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, મયંક માર્કંડેય, મેકક્લેનેઘન, મુસ્તાફિઝુર રહેમાન, જસપ્રીત બુમરાહ

   

  RCB સંભવિત XI:

   

  ક્વિન્ટન ડીકોક (વિ.કી.), વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, મનદીપસિંઘ, સરફરાઝખાન, કોરી એન્ડરસન, વોશિંગ્ટન સુંદર, ક્રિસ વોક્સ, ઉમેશ યાદવ, મોહંમદ સિરાઝ, યજુવેન્દ્ર ચહલ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ