Home » Sports » IPL 2018 » Latest News » KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update

KKR vs DD : DD 129માં ભોંયભેગું, KKRનો 72 રને જંગી વિજય

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 11:08 AM

DD અને KKR બંને અત્યાર સુધીની સિઝનમાં 3-3 મેચ રમી ચૂક્યા છે, પણ બંને ટીમ ફક્ત એક-એક મેચ જ જીતી શકી છે.

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
    KKRની ભવ્ય જીતને પગલે કોલકાતાના દર્શકો ઉન્માદમાં આવી ગયા હતા.

    સ્પોર્ટ્સ ડેસ્ક. Kolkata. KKRના બેટિંગ બાદ બોલિંગમાં પણ સુપર પરફોર્મન્સને લીધે DDની આખી ટીમ ફક્ત 129 રનમાં આઉટ થઈ ગઈ હતી. આનેપગલે KKRનો 71 રને ભવ્ય વિજય થયો હતો. KKR વતી સ્પિનરોએ ખરી કમાલ કરી હતી અને તેમાં પણ કુલદીપ તથા નારાયણે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે અન્ય સ્પિનર ચાવલાએ પણ 1 વિકેટ ઝડપી હતી. મેક્સવેલ અને પંતને બાદ કરતા DDના બાકીના 9માંથી એક પણ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા નહોતા.

    DDની 9મી વિકેટ પડી, KKRની જીત નક્કી

    પંત અને મેક્સવેલે એક તબક્કે કરેલી ફટકાબાજીને લીધે DD 201 રનનો અઘરો ટાર્ગેટ ચેઝ કરી લેશે તેમ લાગતું હતું. પરંતુ બંનેની વિકેટ પડ્યા બાદ DDના મિડલ ઓર્ડરનો ધબડકો થયો હતો અને જોતજોતામાં તેની 128 રનમાં 9 વિકેટ પડી ગઈ હતી. પૂંછડિયા બેટ્સમેન નદીમ અને ટ્રેન્ટ બોલ્ટ આ તબક્કે રમતમાં હતા.

    આગળની સ્લાઈડમાં જુઓ મેક્સવેલ આઉટ, KKR નિશ્ચિત જીત ભણી
  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
    KKRના બોલર્સે નિયમિત અંતરે વિકેટ ઝડપવાનું ચાલુ રાખતા DDની કારમી હાર થઈ હતી.

    મેક્સવેલ આઉટ, KKR નિશ્ચિત જીત ભણી

     

    મેક્સવેલે ઉપરાછાપરી છગ્ગાવાળી કરીને DD માટે જીતની આશા જન્માવી હતી. પરંતુ કુલદીપના દડે મેક્સવેલ મિડવિકેટ પર ઉથપ્પાના હાથે ઝડપાઈ જતાં DDની જીતની આશાઓને મોટો ફટકો પડ્યો છે. આ અગાઉ મેક્સવેલે ફક્ત 22 બોલમાં 3 ચોગ્ગા, 4 છગ્ગા વડે 47 રન ફટકાર્યા હતા. પરંતુ પંતની વિકેટ બાદ મેક્સવેલ પણ આઉટ થઈ જતાં KKRની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી.

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
    મેક્સવેલે છગ્ગાવાળી કરીને DDને ઉગારવાનો પ્રયાસ કર્યો હતો પણ નિર્ણાયક સમયે તે આઉટ થઈ ગયો હતો.

    પંતનું પતન, DD માટે કપરા ચઢાણ

     

    રિષભ પંત વધુ એક વખત સ્ફોટક શરૂઆત કરીને નિર્ણાયક તબક્કે આઉટ થઈ જતાં DDએ 86 રનમાં 4થી વિકેટ ગુમાવી દીધી હતી. પંતે 26 બોલમાં 7 ચોગ્ગા, 1 સિક્સ ફટકારીને 43 રન નોંધાવ્યા હતા. પંતની વિકેટ પડતાં મોટાભાગની જવાબદારી મેક્સવેલ પર આવી પડી હતી. આ તબક્કે રાહુલ તેવાટિયા બેટિંગમાં આવ્યો હતો. પંત કુલદીપના બોલ પર બાઉન્ડ્રી પર ચાવલાના હાથે ઝિલાઈ ગયો હતો.

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    DDના સ્ફોટક બેટ્સમેન રિષભ પંતનું બેટ પુલ શોટ મારવા જતાં હાથમાંથી છટકી ગયું હતું.

    પંત-મેક્સવેલ જામી ગયા, DD મજબૂત સ્થિતિમાં

     

    પંત અને મેક્સવેલે માત્ર 27 બોલમાં 50 રનની ભાગીદારી નોંધાવીને DDને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. બંને જણા DDની અત્યંત નબળી સ્થિતિ હતી ત્યારે બેટિંગમાં આવ્યા હતા. જો કે, બંનેએ આકર્ષક ફટકાબાજી કરીને DDના સ્કોરને 8 ઓવરના અંતે 83 રને પહોંચાડી દીધો હતો. આ તબક્કે પંત 25 બોલમાં 43 અને મેક્સવેલ 10 બોલમાં 17 રન ફટકારી રમતમાં હતા.

     

    DDના આરંભિક ધબડકા બાદ પંત-મેક્સવેલનું કન્સોલિડેશન

     

    શરૂઆત નબળી રહ્યા બાદ DD વતી રિષભ પંત અને મેક્સવેલે ઈનિંગને સ્થિર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ ચોથી વિકેટની ભાગીદારીમાં 12 બોલમાં 21 રન જોડ્યા હતા અને 5મી ઓવરના અંતે DDનો સ્કોર 3 વિકેટે 45 રને પહોંચાડ્યો હતો. આ સમયે પંત 12 બોલમાં 17 રન (3 ચોગ્ગા) અને મેક્સવેલ 5 બોલમાં 8 રને (2 ચોગ્ગા) રમતમાં હતા.

     

    ગંભીર બોલ્ડ, DDનો આરંભિક ધબડકો

     

    ઓપનર જેસન રોય અને વન-ડાઉન શ્રેયસ ઐયર પછી અન્ય ઓપનર અને સુકાની ગૌતમ ગંભીર પણ આઉટ થઈ જતાં DDનો આરંભિક ધબકડો થયો હતો. યુવા ફાસ્ટર શિવમ માવીના બહાર જતા દડે ગંભીર થાપ ખાઈ જતા પુલ શોટ મારવા ગયો હતો અને બોલ્ડ થયો હતો. આમ DDની 3 ઓવરમાં 24 રનમાં 3 વિકેટ પડી ગઈ હતી.

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાવલાએ રોયની વિકેટ ઝડપીને KKRના કેપ્ટન કાર્તિક સાથે સેલિબ્રેશન કર્યું હતું.

    ઐયર પણ આઉટ, DDની નબળી શરૂઆત

     

    ચાવલાની બોલિંગમાં છેતરાઈને જેસન રોય આઉટ થઈ ગયા બાદ વન-ડાઉન આવેલો શ્રેયસ ઐયર પણ આન્દ્રે રસેલનો શિકાર બન્યો હતો અને લેટ કટ મારવા જતાં રાણાના હાથે ઝડપાઈ ગયો હતો. ઐયર ફક્ત 4 રન નોંધાવી શક્યો હતો. DDના 2 ઓવરના અંતે 2 વિકેટે 15 રન થયા હતા. આ સમયે ઓપનર ગંભીર અને રિષભ પંત રમતમાં હતા.

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    જેસન રોયને KKRના સ્પિનર ચાવલાએ ચાલાકીથી સ્ટમ્પ આઉટ કરાવ્યો હતો.

    ચાવલાની ચબરાકી, રોય 1લી ઓવરમાં આઉટ

     

    KKR વતી 1લી ઓવર કરવા જ આવેલા લેગ-સ્પિનર પિયુષ ચાવલાએ અત્યંત ચપળતાપૂર્વક ગુગલી ફેંકીને DDના જોખમી ઓપનર જેસન રોયને સ્ટમ્પ આઉટ કરાવી દીધો હતો. વિકેટ પાછળ કાર્તિકે અડધી સેકન્ડમાં જ રોયનું સ્ટમ્પિંગ કરી નાંખ્યું હતું. આમ જીત માટે 201 રનને ચેઝ કરતાં KKRની 1લી વિકેટ 1લી ઓવરમાં જ પડી ગઈ હતી. તે સમયે ટીમનો સ્કોર 1 વિકેટે 4 રનનો હતો.

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    આન્દ્રે રસેલે ફરી તરખાટ મચાવતા 12 બોલમાં 41 રન ફટકાર્યા હતા.

    20મી ઓવરોમાં KKRનો ધબડકો, DDને 201નો ટાર્ગેટ

     

    નીતિશ રાણા અંતિમ ઓવરોમાં  ધમાકેદાર બેટીંગ કરી 35 બોલમાં 59 રન કરી આઉટ થયો હતો.રસેલ 12 બોલમાં 41 રનની ટૂંકી પણ ધમાકેદાર ઈનિંગ રમીને આઉટ થઈ ગયો હતો. બોલ્ટના દડે તે ક્લિન બોલ્ડ થયો હતો. આ તબક્કે જ અન્ડર-19 વર્લ્ડકપના હીરો શુભમન ગિલનું આગમન થયું હતું. હજી પણ KKR માટે 200ના સ્કોરની તકો ઉજળી છે.

     

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    મોરિસે ખતરનાક બની રહેલા KKRના સુકાની કાર્તિકની વિકેટ નિર્ણાયક તબક્કે ઝડપી હતી.

    રસેલની છગ્ગાવાળી, KKRની સ્થિતિ મજબૂત

     

    મસલમેન આન્દ્રે રસેલે ફરી પોતાની ઈમેજ મુજબની બેટિંગ કરતા 11 બોલમાં 6 છગ્ગા વડે 41 રન ફટકારી દીધા હતા. બીજીતરફ રાણા પણ 49 રનના સ્કોરે બેટિંગમાં હતો. આ બંનેના તરખાટને પગલે KKRના 17 ઓવરના અંતે 177 રન થયા હતા અને તેનો સ્કોર 200ને પાર કરી જાય તેવી શક્યતાઓ ઉદભવી હતી.

     

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    જેસન રોયે KKRના લિનનો શાનદાર કેચ ઝડપ્યો હતો.

    લિન આઉટ, KKRને લાગ્યો 3જો ઝાટકો

     

    ઓપનર ક્રિસ લિન મજબૂત શરૂઆત બાદ ફરી એક વાર તેને લાંબી ઈનિંગમાં કન્વર્ટ કરી શક્યો નહોતો અને મોહંમદ શમીનો શિકાર બન્યો હતો. લિને 31 રન ફટકાર્યા હતા અને શમીના બોલ પર લોંગ-ઓન પર જેસન રોયે તેનો કેચ ઝડપ્યો હતો. લિનની વિકેટ પડ્યા બાદ કેપ્ટન કાર્તિક રમતમાં આવ્યો હતો. 11 ઓવરના અંતે KKRનો સ્કોર 3 વિકેટે 90 રનનો હતો.

     

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    KKRની 2 વિકેટ પડી ગયા બાદ બેટિંગમાં આવેલા નીતિશ રાણાએ આકર્ષક સ્ટ્રોક્સ ફટકાર્યા હતા.

    લિન-રાણાની ફટકાબાજી, KKRની સ્થિતિ મજબૂત

     

    સસ્તામાં ઓપનર સુનિલ નારાયણની વિકેટ પડ્યા બાદ ઉથપ્પા પણ આઉટ થઈ જતાં KKR ફરી ધડબકાના આરે આવી ગયું હતું. જો કે, ઓપનર લિન તથા નીતિશ રાણાએ આકર્ષક ફટકાબાજી કરવાની સાથે ઝડપી રનિંગ વડે KKRની સ્થિતિ સ્થિર કરી હતી. 10મી ઓવરના અંતે KKRના 2 વિકેટે 85 રન થયા હતા. આ સમયે લિન 28 બોલમાં 31 (4x4, 1x6) અને રાણા 13 બોલમાં 22 રને રમતમાં હતા.

     

    સટાસટી બોલાવ્યા બાદ ઉથપ્પા પણ આઉટ

     

    નારાયણની વિકેટ પડ્યા બાદ વન-ડાઉન આવેલો રોબિન ઉથપ્પા 35 રનની ઝડપી ઈનિંગ રમીને આઉટ થઈ ગયો હતો. ઉથપ્પાએ સટાસટી બોલાવીને ફક્ત 19 બોલમાં 35 રન ફટકારીને KKRની નબળી શરૂઆતનું સાટું વાળી દીધું હતું. તેણે 2 ચોગ્ગા, 3 છગ્ગા ફટકાર્યા હતા પરંતુ લાંબી ઈનિંગ રમી શક્યો નહોતો. આમ, KKRની બીજી વિકેટ 62 રને પડી હતી.

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ક્રિસ લિને ધીમી શરૂઆત બાદ આકર્ષક ફટકાબાજી કરી KKRની ઈનિંગ સંભાળી હતી.

    નારાયણ આઉટ, KKRને 1લો ઝાટકો

     

    સુનિલ નારાયણના સ્વરૂપમાં KKRની 1લી વિકેટ પડી હતી જેના કારણે તેની શરૂઆત નબળી રહી હતી. આમેય KKRની ઈનિંગની 1લી ઓવર કે જે DDના બોલ્ટે નાંખી હતી તે મેડઅન રહી હતી. આ કારણથી જ ઝડપથી રન બનાવવાનું પ્રેશર આવી જતાં નારાયણ બોલ્ટના બાઉન્સરને પારખવામાં થાપ ખાઈ ગયો હતો. ઉતાવળિયો શોટ રમવા જતા તેના બેટની ધારને અડીને બોલ સીધો વિકેટકીપર પંતના ગ્લોવ્ઝમાં સમાઈ ગયો હતો.

  • KKR vs DD Live Score: IPL 2018 Kolkata Knight Riders vs Delhi Daredevils Live Cricket Match Update
    KKR સામે DDની બેટિંગનો આધાર ફરી સુકાની ગૌતમ ગંભીર પર રહેશે.

    ગંભીર જીત્યો ટોસ, KKRને બેટિંગમાં ઉતાર્યું

     

    IPL 2018ની વધુ એક મહત્ત્વની મેચમાં આજે DDના સુકાની ગૌતમ ગંભીરે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કોલકાતા ખાતે યજમાન KKR અને DD વચ્ચે મહત્ત્વનો મુકાબલો યોજાઈ રહ્યો છે. અત્યારસુધીમાં બંને ટીમ વચ્ચે કુલ 20 IPL મેચ યોજાઈ છે. આમાંથી KKRનો 12માં વિજય થયો છે, જ્યારે DD ફક્ત 8 મેચ જીતી શકી છે. જો કે, આજની મેચમાં DDનું પલ્લું ભારે લાગે છે. MI સામેની ગત મેચમાં જીત હાંસલ કર્યા બાદ DDનો આત્મવિશ્વાસ વધ્યો છે. ત્યારે છેલ્લી 2 મેચમાં હાર મળવાને કારણે KKR ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહી છે. જો કે, બેટિંગ મામલે પણ DDની તુલનામાં KKRની સ્થિતિ નબળી જણાઈ રહી છે.

     

    બંને ટીમની પ્લેઈંગ XI:


    KKR પ્લેઈંગ XI:

    ક્રિસ લિન, સુનિલ નારાયણ, રોબિન ઉથપ્પા (વિ.કી.), એન. રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટન), આન્દ્રે રસેલ, શુભમન ગિલ, શિવમ માવી, ટીમ કરેન, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ.

     

    DD પ્લેઈંગ XI:
    જેસન રોય, ગૌતમ ગંભીર (કેપ્ટન), રિષભ પંત (વિ.કી.), ગ્લેન મેક્સવેલ, શ્રેયસ ઐયર, વિજય શંકર, ક્રિસ મોરિસ, આર. ટેવટિયા, એસ. નદીમ, મોહંમદ શમી, ટ્રેન્ટ બોલ્ટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ