Home » Sports » IPL 2018 » Dressing Room Se » Virat Kohli gets angry on Umpire umpire decision during IPL 2018 Match

IPL 2018: વિરાટ કોહલી અમ્પાયર પર ભડક્યો, ઓરેન્જ કેપ લેવાનો કર્યો ઇનકાર

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 01:56 PM

હાર્દિક પંડ્યાને આઉટ ના આપવામાં આવતા વિરાટ કોહલી થર્ડ અમ્પાયર પર ભડક્યો

  • Virat Kohli gets angry on Umpire umpire decision during IPL 2018 Match
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હાર્દિક પંડ્યાને આઉટ ના આપવામાં આવતા વિરાટ કોહલી થર્ડ અમ્પાયર પર ભડક્યો

    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2018માં વિરાટ કોહલીની કેપ્ટન્સી ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ મુંબઇ ઇન્ડિયન્સ સામે 46 રને હારી ગઇ હતી. આ મેચમાં વિરાટ કોહલી સંઘર્ષ કરતો જોવા મળ્યો

    કોહલીના ચાર મેચમાં 201 રન થઇ ગયા છે.

    વિરાટ કોહલી થયો ગુસ્સે

    મુંબઇ ઇન્ડિયન્સની બેટિંગ દરમિયાન 19મી ઓવરમાં આ ઘટના બની હતી. આ ઓવરમાં હાર્દિક પંડ્યાને થર્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો હતો. હાર્દિક પંડ્યાએ તેનો ફાયદો ઉઠાવતા

    આગળના 2 બોલમાં 2 સિક્સર ફટકારી હતી. જેને કારણે અમ્પાયર પર વિરાટ કોહલી ગુસ્સે થયો હતો. કોહલીએ મુંબઇની બેટિંગ પૂર્ણ થયા બાદ અમ્પાયર સાથે આ વાત પર નારાજગી

    વ્યક્ત કરી હતી. વિરાટ કોહલી નિર્ણય બાદ વારંવાર સ્ક્રીન તરફ ઇશારો કરી અમ્પાયરને ખોટો ગણાવતો રહ્યો હતો. વિરાટ કોહલીએ આ મેચમાં અણનમ 92 રન બનાવ્યા હતા. જો કે તે

    ટીમને મેચ જીતાડી શક્યો નહતો.

    વિરાટ કોહલીએ ઓરેન્જ કેપ પણ ન લીધી

    સેરેમની દરમિયાન વિરાટ કોહલીને જ્યારે IPLની ઓરેન્જ કેપ આપવામાં આવી તો તેને પહેરવાનો ઇનકાર કરી દીધો હતો. જો કે બાદમાં તેને લઇ લીધી હતી. ઓરેન્જ કેપ લેતા સમયે વિરાટ કોહલીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કોહલીએ કહ્યું, ' હું તેને પહેરવા માંગતો નથી, અત્યારે તેને ફેકી દેવાનું મન કરી રહ્યું છે અને હું તેની પર ફોકસ કરવા માંગુ છુ કે અમે

    વિકેટ કઇ રીતે ગુમાવી' વિરાટ કોહલીનો આ ગુસ્સો અમ્પાયર માટે નહી પરંતુ આરસીબીના મોટા ખેલાડીઓ માટે હતો જે પિચ પર તેનો સાથ આપવામાં નિષ્ફળ રહ્યાં હતા.'

    આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

  • Virat Kohli gets angry on Umpire umpire decision during IPL 2018 Match
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન વિરાટે ઓરેન્જ કેપ લેવાનો પણ ઇનકાર કર્યો હતો
  • Virat Kohli gets angry on Umpire umpire decision during IPL 2018 Match
    જો કે પછી તેને ઓરેન્જ કેપ સ્વીકારી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ