Home » Sports » IPL 2018 » IPL Diaries » Hardik Pandya throw from the deep hit Ishan Kishan right beside During IPL 2018

મરતા મરતા બચ્યો મુંબઇનો પ્લેયર, હાર્દિક પંડ્યાએ અંબાણીને છોડાવી દીધો પરસેવો

Divyabhaskar.com | Updated - Apr 18, 2018, 04:53 PM

હાર્દિક પંડ્યાનો બોલ મુંબઇ ઇન્ડિયન્સના વિકેટકીપર ઇશાન કિશનને લાગ્યો હતો

  • Hardik Pandya throw from the deep hit Ishan Kishan right beside During IPL 2018
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    હાર્દિક પંડ્યાનો બોલ ઇશાન કિશનની આંખ પાસે લાગ્યો હતો

    સ્પોર્ટ્સ ડેસ્ક: IPL 2018માં મુંબઇ ઇન્ડિયન્સના વિકેટકીપર ઇશાન કિશન રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વિરૂદ્ધની મેચમાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. ઇશાન કિશનને હાર્દિક પંડ્યાનો બોલ આંખ પર લાગ્યો હતો જેને કારણે તેને મેદાન છોડવુ પડ્યુ હતું. આ ઘટના બાદ મુંબઇ ઇન્ડિયન્સના તમામ ખેલાડી તેની પાસે દોડી આવ્યા હતા અને ઓનર આકાશ અંબાણીને પણ

    હાર્દિકના થ્રોથી ઇશાન કિશનની આંખ બચી ગઇ

    - રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ઇનિંગની 12.4 ઓવરમાં આ ઘટના બની હતી. જ્યારે વિરાટ કોહલીજસપ્રિત બુમરાહની ઓવરમાં બોલને ફટકાર્યો હતો. જે મિડ ફિલ્ડ પર ફિલ્ડિંગ કરતા

    હાર્દિક પંડ્યાએ પકડ્યો હતો અને સીધો વિકેટકીપર ઇશાન કિશન તરફ ફેક્યો હતો. જો કે આ બોલ બાઉન્સ થઇને સીધો ઇશાન કિશનની આંખ પાસે વાગ્યો હતો. બોલ એટલો જોરદાર હતો

    કે ઇશાન કિશન નીચે મેદાન પર બેસી ગયો હતો. દર્દથી ઇશાન કિશનને કણસતો જોઇ સાથી ખેલાડી પણ મેદાન પર દોડી આવ્યા હતા. ઇશાન કિશન દર્દથી તડપી રહ્યો હતો ત્યારે

    ફિઝિયોને પણ મેદાન પર બોલાવવો પડ્યો હતો.મહત્વપૂર્ણ છે કે વિકેટકીપર ઇશાન કિશને આ દરમિયાન હેલમેટ પહેર્યુ નહતું જેને કારણે તેને બોલ આંખ પાસે વાગ્યો હતો.
    - આ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સના ઓનર આકાશ અંબાણીને પરસેવો વળી ગયો હતો. સાથે જ પેવેલિયનમાં બેઠેલ કોચ મહેલા જયવર્ધને અને મેન્ટર સચિન તેંડુલકર પણ કઇક ચર્ચા

    કરતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ મેચની મજા માણી રહેલા ફેન્સ પણ સીટ પરથી ઉભા થઇ ગયા હતા.
    - ઇશાન કિશનની આંખ નીચે બોલ વાગતા સોજો આવી ગયો હતો જેને કારણે તેને મેદાન બહાર જવુ પડ્યુ હતું. ઇશાન કિશનની જગ્યાએ વિકેટકીપર આદિત્ય તારેએ મેદાનમાં આવ્યો હતો અને જવાબદારી સંભાળી હતી. મહત્વપૂર્ણ છે કે આ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 46 રને હરાવ્યું હતું.

    આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...

  • Hardik Pandya throw from the deep hit Ishan Kishan right beside During IPL 2018
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    ઇશાન કિશનની આંખ પર સોજો આવી ગયો હતો
  • Hardik Pandya throw from the deep hit Ishan Kishan right beside During IPL 2018
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    બોલ એટલો જોરદાર હતો કે ઇશાન કિશન દર્દથી કણસતો રહ્યો હતો
  • Hardik Pandya throw from the deep hit Ishan Kishan right beside During IPL 2018
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    હાર્દિક પંડ્યાએ સીધો થ્રો કર્યો હતો જે બાઉન્સ થઇને ઇશાન કિશનની આંખ પર લાગ્યો હતો
  • Hardik Pandya throw from the deep hit Ishan Kishan right beside During IPL 2018
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ ઘટના બાદ સાથી ખેલાડી ઇશાન કિશન પાસે દોડી આવ્યા હતા
  • Hardik Pandya throw from the deep hit Ishan Kishan right beside During IPL 2018
    હાર્દિક પંડ્યાએ ઇશાન કિશન સાથેની તસવીર શેર કરી માફી માંગી હતી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending

વીડિયો વધુ જુઓ