Divya Bhaskar

Home » Sports » IPL 2018 » IPL Diaries » IPL 2018: અનુષ્કાની ચોંકાવનારી તસવીર I Shocking pic Of Anushka Shrama

...તો શું અનુષ્કાએ આપ્યો વિરાટને દગો, આ તસવીર જોઈ ભડકશે કોહલી

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 08:37 PM

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ અનુષ્કાની એવી તસવીર, જોઈને વિશ્વાસ નહીં થાય

  • IPL 2018: અનુષ્કાની ચોંકાવનારી તસવીર I Shocking pic Of Anushka Shrama
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી.

    સ્પોર્ટ્સ ડેસ્કઃ IPL 2018માં વિરાટ કોહલીની ટીમ પ્રારંભિક તબક્કામાં જોઈએ તેવી શરૂઆત મેળવી શકી નથી. જોકે વિરાટ કોહલી પોતાની ટીમને પ્લે ઓફ અને પ્રથમ વખત ચેમ્પિયન બનાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે. આઈપીએલની એક મેચમાં અનુષ્કા શર્મા પણ પતિની ટીમની મેચ જોવા પહોંચી હતી. જે મેચમાં કોહલીની ટીમનો વિજય પણ થયો હતો. આ મેચમાં અનુષ્કાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં અનુષ્કા શર્મા કોહલીને એગ્રેસિવ સ્ટાઈલમાં જ સપોર્ટ કરતી જોવા મળી હતી. જોકે આ મેચ બાદ સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માની એક અન્ય તસવીર વાયરલ કરવામાં આવી હતી. આ તસવીરમાં અનુષ્કા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને નહીં પરંતુ અન્ય ટીમને સપોર્ટ કરતી જોવા મળી રહી છે.

    ધોનીની વિરોધી ટીમને સપોર્ટ કરતી જોવા મળી અનુષ્કા...


    - આઈપીએલ 2018 દરમિયાન અનુષ્કા શર્માની એક તસવીર વાયરલ થઈ રહી છે. અનુષ્કા શર્માએ આ તસવીરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરેલી હોય તેવું દેખાડવામાં આવી રહ્યું છે. અનુષ્કા શર્માની આ તસવીર વાયરલ થયા બાદ આરસીબીના ફેન્સ પણ હેરાન થયા હતા, જોકે આ પોસ્ટની વાસ્તવિકતા તપાસવામાં આવ્યા બાદ જાણવા મળ્યું કે, આ ફેક તસવીર ફોટોશોપની મદદથી બનાવવામાં આવી છે. ચેન્નાઈ સુપરકિંગ્સના એક ફેન દ્વારા આ તસવીર શેર કરવામાં આવ્યા બાદ આ તસવીર વાયરલ થઈ હતી.

    (આગળની સ્લાઈડ્માં જુઓ અનુષ્કા શર્માની વાયરલ થયેલી તસવીર.........)

  • IPL 2018: અનુષ્કાની ચોંકાવનારી તસવીર I Shocking pic Of Anushka Shrama
    અનુષ્કાની ચેન્નાઈની જર્સી પહરેલી આ ફેક તસવીર વાયરલ કરવામાં આવી હતી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Sports

Trending